નંબર ત્રણ પર વિરાટ કોહલી જ બેટિંગ કરશે: ધોની

વર્લ્ડકપ ટી-20ના ભારત-પાકિસ્તાનના મહામુકાબલામાં જીત બાદ ટીમ ઇન્ડિયાના સુકાની ધોનીએ પછીની મેચ માટે ઇલેવનમાં કોઇ ફેરફાર નહીં કરવાનો સંકેત આપ્યો હતો. તેની સાથે ધોનીએ કહ્યું કે ત્રણ નંબરના સ્થાન પર વિરાટ કોહલી જ રમશે. મેચ પૂર્ણ થયા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ટીમ ઇન્ડીયાના કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીને પુછવામાં આવેલ સવાલનો જવાબ સહજ અંદાજમાં આપ્યો હતો. ધોનીએ શિખર ધવનના ખરાબ ફોર્મ અંગે જણાવતાં કર્યું કે આગળની મેચમાં તે શાનદાર ફોર્મમાં આવશે તો આ સવાલ ફરી નહીં આવે. ઉલ્લેખનીય છે કે ધોનીએ શિખર ધવનનો બચાવ કરતાં કહ્યું કે કોઇપણ ખેલાડી ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો હોય તો પણ તેને સમર્થન આપવું જોઇએ. ધોનીને ત્રણ નંબરની પોઝિશન પર પુછવામાં આવેલ સવાલનો જવાબ આપતા જણાવ્યું કે ટીમમાં ઘણાબધા લોકો ત્રણ નંબર પર રમી શકે તેવા છે, પરંતુ વિરાટ બાકી બધા કરતાં આગળ છે, અને હાલમાં તો ત્રણ નંબર પર વિરાટ જ રમશે.

You might also like