સેહવાગે ટ્વિટર પર ઉડાવી મહેન્દ્ર સિંહ ધોનીની મજાક

નવી દિલ્હી : સોશ્યલ મીડિયા પર ક્રિકેટર્સ દ્વારા એક બીજા પર પોતાનો ગુસ્સો ઉતારવો તે કોઇ નવી વાત નથી. આ વખતે ટ્વિટર પર ભારતનાં સીમિત ઓવરનાં કેપ્ટન મહેનદ્રસિંહ ધોનીની મજાક ઉડાવવામાં આવી હતી. આ મજાકને વધારે હવા ત્યારે મળી જ્યારે એક ચાહક દ્વારા ધોનીની મજાક કરતી તસ્વીર ટ્વિટ કરવામાં આવી હતી. આ તસ્વીરને સેહવાગે રિટ્વિટ કરી હતી. જેથી આ મજાક ત્યાર બાદ ઇન્ટ્રેન્ડ થઇ ગઇ હતી.

ધોનીની આગેવાનીવાળી પુણેની ટીમનાં માટે આઇપીએલ સિઝન 9માં ખરાબ પ્રદર્શન કરી રહ્યા છે. જે મુદ્દે સોશ્યલ મીડિયા પર ખુબ જ મજાક ઉડી રહી છે. એક એવી જ મજાક સામે આવી હતી. ધોનીની પુત્રી સાથેની એક તસ્વીરમાં એક ચાહકે લખ્યું કે પાપા ઇરફાનને પણ એક ચાન્સ આપો. આ તસ્વીરને સેહવાગે રિ ટ્વિટ કરી હતી. ત્યાર બાદ આ તસ્વીર ટ્વિટર પર વાઇરલ થઇ ગઇ હતી. સાથે સાથે ધોની અને તેની ટીમ પુણે સુપરજાયન્ટ્સની મજાક ઉડાવનારા લોકોમાં એકાએક ઉછાળો આવ્યો હતો.

જો કે સેહવાગે આ તસ્વીર રિટ્વિટ કરતા સ્પષ્ટ થઇ ગયું હતું કે ઇરફાન પઠાણને ટીમમાં ઓછુ મહત્વ આપવામાં આવ્યું. જેનાથી સેહવાગ પોતે પણ ખફા હતો. જો કે સૌથી મહત્વની વાત છે કે સેહવાગની પોતાની આગેવાનીવાળી ટીમ દિલ્હી ડેયરડેવિલ્સ પણ આઇપીએલમાં કોઇ સારૂ પ્રદર્શન કરી શકી નહોતી. સેહવાગ પોતે પણ આઇપીએલમાં ખાસ કાંઇ કરી શકતો નહોતો. પરંતુ ધોની પર તેણે રિટ્વિટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી દીધી હતી.

You might also like