૧૩ વર્ષ બાદ મહેન્દ્રસિંહ ધોનીએ ટ્રેનમાં સફર કરી

રાંચીઃ મહેન્દ્રસિંહ ધોનીએ ૧૩ વર્ષના લાંબા ગાળા બાદ ટ્રેનની સફર કરી. તે રાંચીથી કોલકાતા રવાના થયો. એક જમાનામાં ધોની રેલવેમાં જ નોકરી કરતો હતો. વિજય હજારે ટ્રોફી માટે તે ઝારખંડની ટીમની સાથે હટિયા-હાવડા એક્સપ્રેસના એઈ-૧ ડબામાં બેઠો હતો. હટિયા સ્ટેશન પર ટ્રેનમાં સવાર થતા જ માહી જૂની યાદોમાં સરી પડ્યો હતો. તેણે કહ્યું, ”સંઘર્ષના દિવસોમાં જનરલ ટિકિટ લઈને પ્રવાસ કરતો હતો. આજે જ્યારે ૧૩ વર્ષ બાદ ટ્રેનથી યાત્રા કરી રહ્યો છું તો જૂના મિત્રો યાદ આવી રહ્યા છે.” ટ્રેનમાં ધોની ટીમના યુવા ખેલાડીઓ સાથે સંપૂર્ણપણે હળીમળી ગયો હતો.
પાછલી બે સિઝનથી ઝારખંડ તરફથી રમતા ધોનીએ ક્યારેય ટીમનું નેતૃત્વ સંભાળ્યું નથી, પરંતુ આ વખતે તેણે આ જવાબદારી નિભાવવાનું બીડું ઝડપ્યું છે.

You might also like