ધોની હવે અગરબત્તી વેચશે

‘પ્રાર્થના હોગી સ્વીકાર’: ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હવે અગરબત્તી વેચતો જોવા મળશે. મૈસૂરની એક જાણીતી અગરબત્તી બનાવતી કંપની દ્વારા તેને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. એડ કેમ્પેન માટે પરંપરાગત ભારતીય પહેરવેશમાં પ્રાર્થના કરતા ધોનીના ફોટા પણ પાડવામાં આવ્યા હતા, જેમાં તે આરતીની થાળી અને અગરબત્તી સાથે ભગવાનની પ્રાર્થના કરવાની તૈયારી કરતો જોવા મળે છે. કેમ્પેનની ટેગલાઇ પણ ‘પ્રાર્થના હોગી સ્વીકાર’ એવી રાખવામાં આવી છે. હવે આ જાણીતી અગરબત્તી સાથે ધોનીની ભારતીય ટીમને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ફરી ચેમ્પિયન બનાવવાની પ્રાર્થનાનો સ્વીકાર થાય છે કે નહીં એ માટે થોડી રાહ જોવી પડશે.
http://sambhaavnews.com/

You might also like