જબરજસ્ત છે “એમ.એસ.ધોનીઃ ધ અનટોલ્ડ”નું ટ્રેલર

મુંબઇઃ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના ફેન્સ માટે આવી ગયું છે “એમ.એસ.ધોનીઃ ધ અનટોલ્ડ”નું ટ્રેલર. ધોનીના જીવન પર બનેલી બાયોપિક્સમાં સુશાંત સિંહ રાજપૂત ધોનીના કિરદારમાં છે. ટ્રેલરમા ધોનીના શરૂઆતના કરિયરથી ક્રિકેટમાં બનાવેલા રેકોર્ડની સફર દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં ધોનીના એક ટિકિટ કલેક્ટરથી લઇને વર્લ્ડ કપ જીતવા સુધીના સફરને પડદા પર સુંદર રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. ફિલ્મ તેરે નામથી બોલિવુડમાં પગ માંડનાર ભૂમિકા ચાવલા પણ આ ફિલ્મમાં જોવા મળશે.

આ ફિલ્મમાં ધોનીની અનેક અજાણી વાતો દર્શકોને જાણવા મળશે. જેમાં રાંચીનો એક છોકરો પરિવારના દબાણ અને પોતાના ક્રિકેટર બનવાના સ્વપન્ન વચ્ચે જિંદગીની જંગ લડતો જોવા મળશે. જેમાં અંતમાં જીત તેના સ્વપન્નની થાય છે. ધોની ભારતીય રેલવેમાં ટીસીની નોકરી કરતો હતો. જેમાંથી તે એક ક્રિકેટર બન્યો તેની એક હૃદયસ્પર્શી સ્ટોરી આ ફિલ્મ દ્વારા દર્શકોને જોવા મળશે.

You might also like