ઓસ્કર એવોર્ડ્સની રેસમાં ‘એમ. એસ. ધોની’ અને ‘સરબજીત’ શામેલ

લોસ એન્ઝિલિસ: ઓસ્કર એવોર્ડ્સ મેળવવા માટે 336 ફિચર ફિલ્મોની લાંબી સૂચીમાં ભારતીય બાયોપિક ફિલ્મો ‘એમ. એસ. ધોની’ અને ‘સરબજીત’ ફિલ્મે જગ્યા મેળવી લીધી છે. બંને ફિલ્મો દર્શકોને ઘણી ગમી હતી અને ફિલ્મોને બોક્સ ઓફિસ પર સારી કમાણી પણ કરી હતી.

મળતી માહિતી પ્રમાણે એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સે બુધવારે સર્વશ્રેષ્ઠ ફિલ્મ ઓસ્કરની દાવેદાર ફિલ્મોની યાદી જાહેર કરી છે.

2016માં એકેડમી એવોર્ડ્સની યાદીમાં શામેલ ફિલ્મો માટે આ જરૂરી છે કે ફિચર ફિલ્મ લોસ એન્જિલિસ કાઉન્ટીના વાળિજ્યિક થિયેટરમાં એક જાન્યુઆરીથી 31 ડિસેમ્બર વચ્ચે સતત ચાર દિવસ માટે બતાડવામાં આવી હોય. થિયેટરમાં 35 એમએમ અથવા 70 એમએમ અથવા અન્ય કોઈ ડિઝિટલ ફોર્મેટમાં દેખાડવામાં આવી હોય અને તેની લંબાઈ 40 મિનિટથી વધુ હોવી જોઈએ.

You might also like