જાણતો હતો, ટોસ હારવું થઇ શકે છે ખતરનાક: ધોની

મુંબઇ: વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલ ટી-20 વર્લ્ડકપની બીજી સેમિફાઇનલમાં ભારતને વેસ્ટ ઇન્ડિંઝ સામે પરાજયનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઇન્ડીયાના સુકાની મહેન્દ્રસિંહ ધોનીનું માનવું છે કે ટોસ હારી જવાથી ટીમને નુકસાન થયું. મેચ પૂર્ણ થયા બાદ ધોનીએ કહ્યું, ‘હું જાણતો હતો કે ટોસ હારવું ખતરનાક સાબિત થઇ શકે છે. બીજી ઇનિંગ્સમાં ઝાકળની અસર જોવા મળશે અને આપણા સ્પીનર્સ ભીના બોલથી સારી બોલિંગ નહી કરી શકે. પરંતું પેલા બે નો-બોલ સિવાય મને આપણા બોલરોથી કોઇ નિરાશા નથી. ભારતે ટોસ હારીને પહેલા બેટિંગ કરી વેસ્ટ ઇન્ડિંઝ સામે 193 રનનો વિશાળ લક્ષ્ય રાખ્યો પરંતુ સિમન્સ અને જોનસન ચાર્લ્સને શાનદાર ઇનિંગ્સ રમતાં 19.4 ઓવરમાં તે પૂરો કર્યો.

You might also like