પુત્રી જીવા માટે ધોની ચાલ્યો ઘૂંટણીએ, જુઓ ક્યુટ વીડિયો

રાંચીઃ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટેસ્ટ મેચમાંથી સન્યાસ લઇ લીધો છે. હવે તે વન ડે અને ટી-20 જ રમશે. જેને કારણે હવે ધોની પોતાના પરિવારને ક્વોલિટી સમય આપી રહ્યો છે. ખાસ કરીને તેની પુત્રી જીવા સાથે તે ખુબ જ આનંદની પળો વિતાવી રહ્યો છે.

ધોનીએ હાલમાં જ તેના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો અપલોડ કર્યો છે. જેમાં તે પોતાની પુત્રી જીવા સાથે રમતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જીવા ઘુટણીએ ચાલી રહી છે અને ધોની પણ તેની પાછળ તે જ રીતે ચાલી રહ્યો છે. હાલ ધોની અને જીવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

A post shared by @mahi7781 on

You might also like