આઠ વર્ષ બાદ ધોની ઘરેલુ ક્રિકેટમાં રમશે

બેંગલુરુઃ ટેસ્ટને અલવિદા કહી ચૂકેલાે ભારતીય વન ડે ટીમનાે કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની લગભગ આઠ વર્ષના લાંબા સમયગાળા બાદ ઘરેલુ ક્રિકેટમાં રમતો નજરે પડી શકે છે. ડિસેમ્બરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની શ્રેણી જો નહીં રમાય તો ધોની આગામી મહિને વિજય હજારે ટ્રોફીમાં ઝારખંડ ટીમનું નેતૃત્વ સંભાળી શકે છે.

ઝારખંડ રાજ્ય ક્રિકેટ સંઘ (જેસીએ)ના સચિવ રાજેશ વર્માએ જણાવ્યું કે, ”ભારતીય કેપ્ટન ધોનીએ રાજ્ય તરફથી રમવાની ઇચ્છા વ્યક્ત કરી છે. અમારી ધોની સાથે વાતચીત થઈ છે. જો ભારત અને પાક. વચ્ચેની શ્રેણી નહીં રમાય તો તે રણજી વન ડે એટલે કે વિજય હજારે ટ્રોફીમાં ઝારખંડનું પ્રતિનિધિત્વ કરશે.”

વર્માએ વધુમાં જણાવ્યું કે, ”નિશ્ચિત રીતે ટીમમાં ધોનીની હાજરી નવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે. ભારતીય કેપ્ટન હંમેશાં નવા અને પ્રતિભાસંપન્ન ખેલાડીઓનો ઉત્સાહ વધારતો રહ્યો છે.” ધોની છેલ્લે ઘરેલુ ટૂર્નામેન્ટમાં વર્ષ ૨૦૦૭માં પૂર્વ ક્ષેત્ર તરફથી કોલકાતામાં સૈયન મુસ્તાક અલી ટી-૨૦ ચેમ્પિયનશિપમાં રમ્યો હતો. તેના થોડા સમય પહેલાં ભારતીય ટીમ ૨૦૦૭ના વિશ્વકપ લીગ રાઉન્ડમાં હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. ધોની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. હવે તે ફક્ત ટી-૨૦ અને વન ડે ટીમનો જ હિસ્સો છે.

You might also like