Categories: Sports

વિચાર્યું નહોતું કે સ્પિનર્સની દશા આવી થશે: ધોની

 

પર્થ:  ઓસ્ટ્રેલિયા સામે પહેલી વન ડેમાં થયેલા પરાજય અંગે ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આશ્યર્ય વ્યકત કર્યું. ધોનીએ કહ્યું, ”કયારેય વિચાર્યું નહોતું કે આર. અશ્વિન અને રવીન્દ્ર જાડેજા માટે દિવસ આટલો ખરાબ હશે.” ધોનીએ કાંગારું કેપ્ટન સ્ટીવન સ્મિથ અને જયોર્જ બેઇલીની પ્રશંસા કરી હતી.

ધોનીએ ગઈ કાલે મેચ પૂરી થયા બાદ કહ્યું, ”મેચ પહેલાં જયારે હું જવાબદારી શેર કરવાની વાત કરી રહ્યો હતો ત્યારે મેં કહ્યું હતું કે જયારે ફાસ્ટ બોલર્સ માટે કોઇ દિવસ સારો નથી હોતો ત્યારે હું સ્પિનર્સનો ઉપયોગ કરીશ. મેં કયારેય વિચાર્યું નહોતું કે સ્પિનર્સ માટે દિવસ આટલો ખરાબ હશે અને અન્યને આ જવાબદારી નિભાવવી પડશે.”

ધોનીએ કહ્યું, ”ફાસ્ટ બોલર્સે સારી બોલિંગ કરી અને બે વિકેટ ઝડપીને અમને સારી શરૃઆત પણ અપાવી. જયારે તમારો સ્કોર મોટો હોય તો તમે આવી જ શરૃઆત ઇચ્છો છો, પરંતુ મારું માનવુંછે કે સ્પિનર વધુ સારી બોલિંગ કરી શકયા હોત.” પદાર્પણ મેચ રમી રહેલા સરન અંગે ધોનીએ કહ્યું કે તેણે સુંદર બોલિંગ કરી. તે બોલને યોગ્ય જગ્યાએ પીચ કરી રહ્યો હતો, જે બહુ જ મહત્ત્વપૂર્ણ છે.

ડીઆરએસ ન હોવાને કારણે ભારતને નુકસાન થયું

ગઈ કાલે ઓસ્ટ્રેલિયાની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર જયોર્જ બેઇલીએ શાનદાર ૧૧૨ રનની ઇનિંગ્સ રમી, પરંતુ બેઇલી ઇનિંગ્સની શરૃઆતમાં જ વિકેટ પાછળ કેચઆઉટ થઈ ગયો હતો, જોકે વિકેટકીપર ધોની દ્વારા જોરદાર અપીલ ના થવાને કારણે અમ્પાયરે બેઇલીને આઉટ આપ્યો નહીં. આનું નુકસાન ભારતને થયું.

મેચ બાદ પત્રકારોએ પૂછેલા સવાલના જવાબમાં ધોનીએ ડીઆરએસનો મુદ્દો ઉઠાવ્યો હતો. બેઇલીના આઉટ થવાના સવાલ પર કેપ્ટન ધોનીએ કહ્યું, ”મને ડીઆરએસ પર ભરોસો નથી.” જયારે પત્રકારોએ ધોનીને પૂછ્યું કે શું ડીઆરએસ ન હોવાથી નુકસાન થયું? ત્યારે ધોનીએ એ બાબતે સંમતિ વ્યકત કરીને કહ્યું હતું, ”મેચનું પરિણામ બદલાઈ શકયું હોત, પરંતુ એની સાથે જ અમે ઇચ્છીએ છીએ કે અમ્પાયર વધુમાં વધુ સાચા નિર્ણયો કરે. જો એ સમયે બેઇલી આઉટ થઈ ગયો હોત તો કદાચ અમે મેચ જીતી શકયા હોત.”

ઉલ્લેખનીય છે કે બીસીસીઆઇ ડીઆરએસનો વિરોધ કરતું રહ્યું છે, આથી ભારતનીમેચોમાં આ સિસ્ટમ લાગુ નથી થતી.

admin

Recent Posts

એપલની ત્રણ ટકા કેશબેકવાળી પેમેન્ટકાર્ડ સેવા ઉપરાંત ન્યૂઝ પ્લસ અને સ્ટ્રીમિંગ પણ લોન્ચ

(એજન્સી)કેલિફોર્નિયા: કેલિફોર્નિયા સ્થિત સ્ટીવ જોબ્સ થિયેટરમાં એપલની શો ટાઈમ ઈવેન્ટમાં ગઈ કાલે મોડી રાતે કંપનીએ પેમેન્ટ માટે એપલ-પે, એપલકાર્ડ, એપલ…

8 hours ago

દિલથી હું બહુ બોલ્ડ છુંઃ અદા શર્મા

વર્ષ ૨૦૦૮માં રિલીઝ થયેલી વિક્રમ ભટ્ટની ફિલ્મ '૧૯૨૦'થી અદા શર્માએ કરિયર શરૂ કરી હતી. ફિલ્મ સફળ થઇ છતાં પણ અદાને…

8 hours ago

રામાયણમાં સુંદરકાંડ સૌથી શ્રેષ્ઠ છે….

સુંદરકાંડનો પ્રાદુર્ભાવ લંકામાં થયો છે. લંકા ત્રિકૂટ પર્વત પર આવેલો છે. ત્રિકૂટ એટલે ત્રણ શિખર. જેમાં એક શિખરનું નામ નલ…

8 hours ago

જીતીને હારી ગયેલા અશ્વિને કહ્યુંઃ મેં કંઈ ખોટું નથી કર્યું

(એજન્સી) જયપુર: કિંગ્સ ઈલેવન પંજાબે ગઈ કાલે રાજસ્થાન રોયલ્સની ટીમને IPLની પોતાની પ્રથમ મેચમાં 'વિવાદિત' રીતે ૧૪ રને હરાવી દીધી.…

9 hours ago

પેમેન્ટમાં ડિફોલ્ટ થતાં આરકોમ-જિઓ સ્પેક્ટ્રમ ડીલની DOT દ્વારા તપાસ શરૂ

(એજન્સી)નવી દિલ્હી: અનિલ અંબાણીની કંપનીએ રૂ.૨૧ કરોડના સ્પેક્ટ્રમ પેમેન્ટ પર ડિફોલ્ટ કર્યા બાદ ટેલિકોમ વિભાગ (DOT)એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCOM) અને…

9 hours ago

US જવા પતિ એરપોર્ટ પર રાહ જોતો રહ્યો, પત્ની પોલીસ સ્ટેશન પહોંચી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક NRI યુવતી તેના પતિની જાણ બહાર તેના પાસપોર્ટ અને અગત્યના ડોક્યુમેન્ટ લઇને…

9 hours ago