‘વર્લ્ડકપ ટી20 પહેલા મારા પર બેન લગાવા માગો છો’

એશિયા કપ ટી20 ટૂર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન હેડફોન સહિત અમ્પાયર દ્વારા કેટલાક ગેજેટ્સના ઉપયોગથી ભારતીય સુકાની મહેન્દ્રસિંહ ધોની નાખુશ થયો હતો. ધોનીનું માનવુ છે કે હેડફોન લગાવાથી અમ્પાયરોને દર્શકોથી ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમમાં બેટને અડીને ગયેલા બોલનો અવાજ સ્પષ્ટ સાંભળી શકાતો નહી હોય. બાંગ્લાદેશના અમ્પાયર એસઆઇએસ સેકતને આશિષ નહેરાના બોલ બેટ્સમેન મંઝૂરના બેટને અડીને ગયો હોવા છતાં ખબર રહી નહી જેના કારણે સુકાની ધોની નાખૂશ હતો.

મેચ પૂર્ણ થયા બાદે પત્રકારો દ્વારા અમ્પાયરિંગ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ધોનીએ કહ્યું હતું કે, તમે વર્લ્ડકપ ટી20 પહેલા મારા પર બેન લગાવવા માગો છો. તમે બધાએ અમ્પાયરિંગ જોઇ હતી. તે તમારો નિર્ણય છે. ધોનીએ કહ્યું કે એક કામ નિશ્ચિત રૂપે થવું જોઇએ. અમ્પાયર જ્યારે વોકી-ટોકીના ઉપયોગ સાથે કાનમાં હેડફોન લગાવે છે ત્યારે તેનો મતલબ સાફ છે કે અમ્પાયર તેના એક જ કાનનો ઉપયોગ કરી રહ્યા છે. જે એક મુશ્કેલભર્યું કામ છે. કોઇપણે આ અંગે વિચારવું જોઇએ.

ટીમ ઇન્ડિયાના સુકાની એમએસ ધોનીએ જણાવ્યું કે અમ્પાયર ફક્ત એક કાનથી સાંભળી રહ્યા છે. જ્યારે કોઇ બોલર બોલિંગ કરી રહ્યો હોય તો એક હેડફોન લગાવાનો કોઇ મતલબ નથી. બંને કાનનો ઉપયોગ કરવો જ હિતાવહ છે, કારણે મેદાનમાં ઘણી બધી બાબતો બને છે.

You might also like