મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના પર થયેલા સવાલોનો આપ્યો જડબાતોડ જવાબ

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ભારતીય ટીમના સ્ટાર પ્લેયર મહેન્દ્ર સિંહ ધોનીએ પહેલીવાર પોતાના ટીકાકારો વિશે કંઈક કહ્યું છે. તેમણે કહ્યું કે, બધાના પોતપોતાના વિચારો હોય છે અને આવા વિચારોનું સન્માન કરવું જોઈએ. એક ઈંટરવ્યુમાં તેમણે આ વાત અજીત અગરકર અને VVS લક્ષ્મણના નિવેદન વિશે પૂછતા કરી હતી.

જણાવી દઈએ કે T20માં ખરાબ પ્રદર્શન પર ધોનીને ટીમથી બહાર કરી દેવા બાબતે વાદ-વિવાદ શરુ થઈ ગયા હતા. ધોનીએ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ સિરીઝની બીજી T-20 મેચમાં 26 રન બાઉંડ્રી દ્વારા 5 બૉલમાં જ બનાવી લીધા હતા. જેમાં 3 છગ્ગા અને 2 ચોગ્ગા સામેલ હતા. પરંતુ વધારાના 32 બોલમાં તે માત્ર 23 જ રન બનાવી શક્યો હતો. ત્યારે ભારતના પૂર્વ બોલર અગરકરે કહ્યું હતું કે, T-20માં હવે ભારતને ઉપલબ્ધ વિકલ્પો વિશે વિચારવું જોઈએ.

ધોનીએ સંયુક્ત આરબ અમીરાત (UAE)માં પોતાની પહેલી ઇન્ટરનેશનલ ક્રિકેટ એકેડમી શરૂ કરી છે. ધોની કહ્યુ કે, ”ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ હોવું મારું માટે સૌથી મોટી પ્રેરણા છે. એવાં કેટલાક ક્રિકેટર્સ હતા, જેમનામાં ગોડ ગિફ્ટેડ ટેલેન્ટ નથી હોતું, પરંતુ તે ઘણા આગળ ગયા છે. માત્ર પેશેન ના જ કારણે આ સંભવ છે. કોચે તેમણે શોધવા પડે છે. તમામ ક્રિકેટરને દેશ માટે રમવાનો ચાન્સ મળવો જોઇએ.”

પૂર્વ સ્ટાઇલિશ બેટ્સમેન VVS લક્ષ્મણે કહ્યું હતું કે, ”T-20 ફોર્મેટ માટે ધોનીનો વિકલ્પ શોધવો જોઈએ. ધોનીએ બીજી ટી20 મેચમાં 37 બોલમાં 132ના સ્ટ્રાઈક રેટથી 49 રન બનાવ્યા હતા જે ખરાબ નથી. પરંતુ પાછલા એક વર્ષમાં તેઓ સ્ટ્રાઈક રોટેટ કરવામાં નાકામ રહ્યા છે.”

વીરેન્દ્ર સહેવાગે આ વિશે કહ્યું હતું કે, ”મહેન્દ્ર સિંહ ધોનીને T-20માં પોતાની ભૂમિકા સમજવી પડશે. તેમને મોટા સ્કોરનો પીછો કરતી વખતે ઝડપથી જ રન બનાવવા પડશે. ટીમ મેનેજમેન્ટે તેમને આ વિશે સમજાવવા પડશે. જોકે વિરાટ કોહલીની કેપ્ટનશીપ છતાંય ટીમને અત્યારે ધોનીની દરકાર છે. તેઓ યોગ્ય સમયે સન્યાસ લેશે અને ક્યારેય કોઈ યુવાન ખેલાડીનો રસ્તો નહીં રોકે.”

You might also like