ધોનીની પર્સનલ માહિતી ટ્વિટર પર જાહેરઃ સાક્ષી રવિશંકર પ્રસાદ પર ખફા

નવી દિલ્હી: અાધારને લઈ શરૂ થયેલા વિવાદોની વચ્ચે એક નવો કેસ સામે અાવ્યો છે, જેમાં અાઈટી મંત્રાલયને ઘેરવામાં અાવ્યું છે. અાઈટી મંત્રાલય હેઠળ અાવનારા એક ટ્વિટર હેન્ડલથી મહેન્દ્રસિંહ ધોની અને તેની પત્ની સાક્ષીના અાધાર સાથે જોડાયેલા ફોર્મની જાણકારી ટ્વિટ કરી દેવામાં અાવી છે.

અાઈટી મંત્રાલય સાથે જોડાયેલા લોકો ગઈ કાલે ધોનીના ઘરે જઈને તેનું અાધાર અપડેટ લઈ રહ્યા હતા. અા દરમિયાન તેના ફોટા સહિત અાધારનો પ્રચાર મિનિસ્ટ્રીના ટ્વિટર હેન્ડલથી કરી દેવાયો. અન્ય એક ટ્વિટમાં ધોનીના ફોર્મનો ફોટો પણ પોસ્ટ કરી દેવાયો, જેમાં તેની વ્યક્તિગત જાણકારી પણ હતી.

એટલું જ નહીં, રવિશંકર પ્રસાદે તે રિટ્વિટ કર્યું. અા ઘટનાની જાણ થતાં ધોનીની પત્ની સાક્ષીઅે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદને ટ્વિટ કરીને પૂછ્યું કે પ્રાઈવસી નામની કોઈ વસ્તુ હોય છે કે નહીં. તેના જવાબમાં રવિશંકર પ્રસાદે કહ્યું કે શું અા ટ્વિટ વ્યક્તિગત જાણકારીનો ખુલાસો કરે છે. સાક્ષીઅે અેક અન્ય ટ્વિટમાં કહ્યું કે ફોર્મમાં તેની સમગ્ર વ્યક્તિગત જાણકારી લીક થઈ ગઈ છે. સાક્ષીના રિપ્લાયમાં રવિશંકર પ્રસાદે ટ્વિટ કરીને કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિની વ્યક્તિગત જાણકારી જાહેર કરવી ખોટું છે. અા બાબત ધ્યાનમાં લાવવા બદલ અાભાર. સંબંધિત વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં અાવશે.
http://sambhaavnews.com/

You might also like