મહેન્દ્રસિંહ ધોનીએ પોતાના નામે કર્યો એક અનોખો ‘નોટઆઉટ’ રેકોર્ડ

પલ્લેકલઃ શ્રીલંકા સામે શ્રેણી શરૂ થયા પહેલાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના ફોર્મ સામે સતત સવાલો ઊઠી રહ્યા હતા. વન ડે શ્રેણીમાં છેલ્લી બે મેચમાં શાનદાર બેટિંગ કરીને ધોનીને પોતાના ટીકાકારોનાં મોઢાં પર અલીગઢી તાળાં મારી દીધાં છે. ગત રવિવારે રમાયેલી શ્રેણીની ત્રીજી વન ડેમાં ધોનીએ અણનમ ૬૭ રનની ઇનિંગ્સ રમી. એ ઇનિંગ્સમાં અણનમ રહેવાની સાથે જ ધોનીના નામે કેટલાક અનોખા રેકોર્ડ નોંધાઈ ગયા. ધોની હવે વન ડે ક્રિકેટમાં લક્ષ્યનો સફળ પીછો કરતાં સૌથી વધુ વાર અણનમ રહેનારો બેટ્સમેન બની ગયો છે.

લક્ષ્યનો સફળ પીછો કરીને ધોની અત્યાર સુધીમાં કુલ ૪૦ અણનમ રહ્યો છે. આ યાદીમાં જોન્ટી રોડ્સ ૩૩ વાર, ઇન્ઝમામ ઉલ હક ૩૨ વાર, રિકી પોન્ટિંગ ૩૧ વારનો નંબર આવે છે. આ ઉપરાંત પણ ધોનીએ એક વધુ ઉપલબ્ધિ હાંસલ કરી. ધોનીએ વન ડે ક્રિકેટમાં સૌથી વધુ વાર અણનમ રહેવાના રેકોર્ડમાં ચામિંડા વાસ અને શોન પોલોકની બરોબરી કરી લીધી છે. ધોની અત્યાર સુધી કુલ ૭૨ વાર વન ડે ક્રિકેટમાં અણનમ રહ્યો છે.

You might also like