ટી-૨૦ વર્લ્ડકપમાં ધોનીની હેરસ્ટાઇલ કેવી રહેશે?

નવી દિલ્હીઃ તાજેતરમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસેથી પાછી ફરેલી ટીમ ઇન્ડિયા હવે આગામી મહિને યોજાનાર વર્લ્ડકપની તૈયારીઓમાં લાગી ગઈ છે, પરંતુ ટી-૨૦ વર્લ્ડકપ માટે ધોની કંઈ અલગ જ તૈયારી કરી રહ્યો છે. આ તસવીરમાં મશહૂર હેરસ્ટાઇલિસ્ટ અને િરયાલિટી શો ‘બિગ બોસ’ની સ્પર્ધક સપના ભવનાની છે અને તેની પાછળ જે ચહેરો નજરે પડી રહ્યો છે તે કોઈ અન્યનો નહીં, પરંતુ કેપ્ટન ધોની છે. આ તસવીરમાં કેપ્ટન ધોની એક નવા હેરલુકમાં નજરે પડી રહ્યો છે. અસલમાં આ લુક પરમેનન્ટ કે ઓરિજિનલ નથી, બલકે એક શૂટ માટે વર્લ્ડ ટી-૨૦ના પ્રમોશનની તૈયારીનો લુક છે. તાજેતરમાં કેપ્ટન ધોની અને સપનાનો એક વીડિયો આવ્યો હતો, જેમાં સપના ધોની સાથે તેની હેરસ્ટાઇલ અંગે વાત કરતી જોવા મળી હતી. સપનાની ધોનીને તેની ૨૦૦૭ના વિશ્વકપવાળી લોંગ હેરકટ અપનાવવા માટે કહે છે, પરંતુ હવે ધોની આ નવા લુકમાં કેદ થઈ ગયો છે. જોકે ધોનીનો આ લુક ફક્ત શૂટ માટે જ હતો.

You might also like