કેપ્ટન વિરાટ કોહલી પહેલા જ કેપ્ટન કૂલ ધોનીએ આપી દીધો ખાસ ઇશારો, જાણો પછી શું થયું

નવી દિલ્લી: એમ એસ ધોનીની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ 9 વર્ષ સુધી રમી છે અને હવે ગયા રવિવારથી ભારતીય ટીમમાં એક નવો દોર શરૂ થયો છે. વિરાટ કોહલીએ ભારતીય ક્રિકેટ ટીમનો નવો કેપ્ટન છે અને ત્રણ ફોર્મેટનો કેપ્ટન છે. આજે તમણે પોતાના કેરિયરની આક્રામક બેટિંગ કરતા પોતાની 27મી સેન્ચુરી ફટકારી હતી. અને તેમને સાથ આપનારા કેદાર જાધવે પણ જોરદાર સેન્ચૂરી ફટકારી હતી.

જોકે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ વનડે મેચમાં એમએસ ધોનીને કોઈ નહોતું ભૂલ્યું. સમગ્ર મેચ દરમિયાન જ્યારે બોલિંગ ધોવાઈ રહી હતી ત્યારે ધોનીની સલાહ પણ લેવામાં આવી હતી અને ફિલ્ડિંગમાં પણ તેણે પોતાના અનુભવનું યોગદાન કર્યું હતું.

જોકે ધોનીએ આ વાતનો ખુલાસો પહેલા જ કરી દીધો હતો કે જરૂર પડશે ત્યારે તે ચોક્કસ પોતાની રાય આપશે અને કોહલીએ પણ આ બાબતે સમહતી દાખવી હતી. ફેન્સ પણ તેઓ વચ્ચેની કેમેસ્ટ્રી જોવા આતુર હતા. અને એમ હોય પણ ખરું કેમ કે ધોની પ્રથમ વખત કોહલીની કેપ્ટશિપમાં રમી રહ્યો હતો. પછી મેદાન પર એક તક મળી ગઈ જ્યારે ધોનીએ એક ખાસ ઇશારો કેપ્ટન કોહલી પહેલા જ કરી દીધો, જેની ચર્ચા જોરશોરથી થઈ રહી છે.

આ ઘટના ઇંગ્લેન્ડની ઇનિગ્સની 27મી ઓવરની છે. બેટ્સમેન ઇયાન મોર્ગન અને બોલર હતા હાર્દિક પંડ્યા. મોર્ગન અને જો રૂટ વચ્ચે લાંબી પાર્ટનરશિપ ચાલી રહી હતી અને કેપ્ટન વિરાટ કોહલીને ચિંતામાં વધારો થઈ રહ્યો હતો. ઇંગ્લેન્ડે 157 રન સુધી સ્કોર કરી દીધો હતો. ઓવરનો છેલ્લો બોલ પંડ્યાએ ફેંક્યો અને મોર્ગનને ચોંકાવી દીધો અને બોલ બેટથી અડીને વિકેટકિપર ધોનીના ગ્લવ્ઝમાં ઝડપાઈ ગઈ.

આ જોઈ તમામ ખેલાડીઓએ એમ્પાયરને આઉટની અપીલ કરી હતી. અપીલ સાથે ધોની પીચ તરફ આગળ આવ્યો અને આમ પણ ધોની ખોટી અપીલ નથી કરતો પરંતું એમ્પાયરે એને નકારી કાઢી હતી. તો ધોનીએ ડીઆરએસ માટે ઇશારો આપી દીધો. જે હવે કેપ્ટન કોહલી એ આપવાનો હતો.

http://sambhaavnews.com/

You might also like