મહેન્દ્રસિંહ ધોનીએ સ્પિન બોલિંગથી બેટ્સમેનોને કર્યા પરેશાન….

પોર્ટ એલિઝાબેથઃ તમે મહેન્દ્રસિંહ ધોનીને હેલિકોપ્ટર શોટ મારતો જોયો હશે, ક્રીઝ પર ઝડપથી દોડતો જોયો હશે, વિકેટની પાછળ શાનદાર કીપિંગ કરતો જોયો હશે, પરંતુ શું તમે ધોનીને સ્પિન બોલિંગ કરતો જોયો છે? સોશિયલ મીડિયા પર આવો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં ધોની લેગ સ્પિન બોલિંગ કરતો નજરે પડી રહ્યો છે.

જેને જોઈને બધાને આશ્ચર્ય થયું છે. પાંચમી વન ડે પહેલાં ધોની નેટ પ્રેક્ટિસ દરમિયાન સ્પિન બોલિંગ કરતો નજરે પડ્યો. ધોનીએ બેટ્સમેનને સ્પિન પ્રેક્ટિસ કરાવીને બેટ્સમેનોને પરેશાન કરી મૂક્યા હતા.

આ વીડિયો બીસીસીઆઇએ ટ્વિટર પર પોસ્ટ કર્યો છે અને લખ્યું છે, ”અક્ષર પટેલ અને એમ.એસ. ધોની ટીમ ઇન્ડિયાને લેગ સ્પિન બોલિંગ સામે પ્રેક્ટિસ કરાવી રહ્યા છે.”

You might also like