રાંચી : મહેન્દ્રસિંહ ઘોનીનાં રાચીમાં હરમું વિસ્તારમાં કૌટુંબિક મકાનમાં બનેલા સ્વિમિંગ પૂલનાં મુદ્દે વિવાદ ઉભો થયો છે. પાણીની તંગી સામે ઝઝુમી રહેલા લોકોએ ઝારખંડનાં રેવન્યુ મંત્રી અમર કુમાર બાઉરીનાં જનતા દરબારમાં ફરિયાદ કરી હતી. તેમનું કહેવું છે કે ઘોનીનાં પૂલમાં રોજના 15 હજાર લીટર પાણીનો વેડફાટ થાય છે. લેકોનો આક્ષેપ છે કે તેમને જ્યારે પીવાનું પાણી પણ નથી મળી રહ્યું ત્યારે ઘોનીનાં સ્વિમિંગ પુલમાં પાણીને વેડફાટ થાય છે.
લોકોનો આરોપ છે કે અહીં પણ પાણીની ઘણી સમસ્યા છે. 5 હજારની વસ્તીવાળા યમુનાનગરની કોઇને પરવાહ નથી. ધોનીનાં ઘરથી માત્ર એક કિલોમીટર દુર આવેલા યમુનાનગરમાં રોજનું પાણી ટેન્કર દ્વારા પહોંચાડવામાં આવે છે. બે વર્ષથી વિસ્તારનાં વોર્ડથી લઇને નગર નિગમનાં અધિકારીઓને લોકોએ ફરિયાદ કરી પરંતુ કંઇ થયુ નહી અને મંત્રી પાસે પહોંચેલા લોકોએ આ વિસ્તારમાં પાઇપલાઇન લગાવવાની માંગ કરી રહ્યા છે.
લોકોએ મંત્રી પાસે દસ બોર બનાવવાની માંગણી કરી હતી. ધોનીનાં નજીકનાં સગાઓનું કહેવું છે કે તેમનાં આરોપોમાં કોઇ સચ્ચાઇ નથી. તેમની દલિલ છે કેસ્વિમિંગ પુલમાં દરેક સમયે પાણી ભરેલું નથી હોતું જ્યારે ધોની આવે ત્યારે જ સ્વિમિંગ પૂલમાં પાણી ભરવામાં આવતું હોય છે. માટે કોઇનાં હકનું પાણી લેવામાં નથી આવતું. હાલ મંત્રી આ અંગે શું નિર્ણય લે છે તે અંગે જોવું રહ્યું. હાલ પાણીની પારાયણ દેશનાં દરેક ભાગમાં પાણીની સમસ્યા છે.
(પ્રતિનિધિ દ્વારા અમદાવાદ: શહેરના માધુપુરા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી મામલે વાહનોની લે વેચ કરતા યુવકનું અપહરણ કર્યા બાદ ૩૧ કલાક…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: છેક વર્ષ ૧૯૬૦માં કોંગ્રેસની વર્કિંગ કમિટીનું આયોજન ગુજરાતમાં કરાયું હતું ત્યાર બાદ હવે ઓલ ઈન્ડિયા કોંગ્રેસની વર્કિંગ…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના સત્તાવાળાઓ દ્વારા એએમટીએસ બસમાં પેસેન્જર્સનો વિશ્વાસ વધે અને ખાસ કરીને અકસ્માતની ઘટનાઓનું…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: એસટી નિગમના રાજ્યભરના કર્મચારીઓ આજે મધરાતથી હડતાળ પર ઉતરી જશે. જેના કારણે આજે મધરાતથી રાજ્યભરની સાત હજારથી…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જુહાપુરામાં રોયલ અકબર ટાવર નજીક ધોરણ ૧૧મા ભણતી વિદ્યાર્થીનીને ગત મોડી રાત્રે ઇકો કારમાં આવેલા ત્રણ અજાણ્યા…
(એજન્સી) નવી દિલ્હી: રાજધાની દિલ્હી સહિત એનસીઆરના ક્ષેત્રમાં બુધવારે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૯ હતી.…