ધોની થયો ઇજાગ્રસ્ત, સોશિયલ મિડીયા પર મૂક્યો ફોટો

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્રસિંહ ધોનીને ઝિમ્બાબ્વે સામેની અંતિમ ટી-20 મેચમાં ઇજા પહોંચી હતી. ધોનીએ ઇજાગ્રસ્ત થયેલો ફોટો સોશિયલ મિડીયા પર ડાઉનલોડ કર્યો હતો. આ ફોટામાં ધોનીની આંખ લાલ થયેલી જોવા મળી હતી.

જો કે આંખ લાલ હોવા છતાં ધોની હસતો દેખાયો હતો. ઉલેલ્ખનીય છે કે ભારત-ઝિમ્બાબ્વે વચ્ચેની અંતિમ ટી-20 મેચમાં બેટિંગ દરમિયાન ધોનીને સ્ટમ્પના બેલ્સ આંખમાં વાગ્યા હતા. 13 બોલમાં 9 રન બનાવી આઉટ થનાર ધોની મેદાનની બહાર નીકળતા આંખ પર હાથને ફેરવતો-ફેરવતો બહાર ગયો હતો.

ઝિમ્બાબ્વેના બોલર ડોનાલ્ડની બોલ પર ધોની મિડવિકેટ તરફ રમવા જતા બોલ્ડ થયો હતો. સ્ટમ્પ પર બોલ અડતાની સાથે બેઇલ્સ ધોનીની આંખ પર લાગ્યા હતા. આ ફોટ સોશિયલ મિડીયા પર મુકી ધોનીએ લખ્યું હતું કે આવું ત્યારે બને છે જ્યારે તમને સ્ટમ્પના બેઇલ્સ વાગે છે. જો કે આંખે વાગ્યું હોવા છતાં ધોનીએ મેચમાં વિકેટકિપીંગ કર્યું હતું.

You might also like