MS Dhoni સામે ઘેરાબંધીઃ દિગ્ગજોએ સવાલો ઉઠાવ્યા

તિરુવનંતપુરમ્ઃ ભારતીય ક્રિકેટ ટીમનાે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હાલમાં કેટલાક પૂર્વ ક્રિકેટરોના નિશાના પર છે. રાજકોટમાં ગત શનિવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી ટી-૨૦ મેચમાં ધોનીના સરેરાશ પ્રદર્શનને લઈને પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ અને અજિત અગરકરે કહ્યું કે હવે ટીમ ઇન્ડિયાએ નવા ખેલાડીઓને તક આપવી જોઈએ.

રાજકોટ ખાતેની ટી-૨૦માં ખરાબ અને ધીમી બેટિંગના કારણે ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂઝીલેન્ડ દ્વારા મળેલા ૧૯૭ રનના ટાર્ગેટને ચેઝ કરતાં ભારતની ટીમ માત્ર ૧૫૬ રન જ બનાવી શકી હતી. આ હાર માટે ધોનીની ધીમી બેટિંગને જવાબદાર માનવામાં આવી રહી છે, મેચ બાદ પૂર્વ દિગ્ગજ ખેલાડી અને માહી સાથે રમી ચૂકેલા વીવીએસ લક્ષ્મણે કહ્યું કે હવે સમય આવી ચૂક્યો છે કે ધોનીએ ટી-૨૦ની જગ્યા ખાલી કરી દેવી જોઈએ. ટી-૨૦ મેચોમાં ધોની ચાર નંબર પર આવે છે. તેને બોલ પર આંખ જમાવવામાં સમય લાગે છે અને તેના પછી તે જવાબદારી નિભાવે છે. લક્ષ્મણે કહ્યું, મને લાગે છે કે સમય આવી ગયો છે કે ધોની ટી-૨૦ ફોર્મેટમાં કોઈ યુવા ખેલાડી માટે જગ્યા ખાલી કરે.

લક્ષ્મણ ઉપરાંત અન્ય એક પૂર્વ ખેલાડી અિજત અગરકર પણ ધોનીને ટી-૨૦ ક્રિકેટ માટે ફિટ નથી માનતો. અગરકરના જણાવ્યા મુજબ, વન-ડેમાં ધોની જે પ્રદર્શન કરી રહ્યો છે તેનાથી તે ખુશ છે, પરંતુ ટી-૨૦ માટે નહીં. જ્યારે તે ટીમનો કેપ્ટન હતો ત્યારે અલગ વાત હતી, માત્ર એક બેટ્સમેનના રૂપમાં ટીમ ઇન્ડિયા તેને મિસ ન કરે. આ સાથે જ અગરકરે કહ્યું, ”ધોનીને હવે સેટ થવામાં થોડી વાર લાગે છે, એ જમાનો ગયો, જ્યારે માહી પહેલા જ બોલમાં ચોગ્ગા-છગ્ગા ફટકારી શકતો હતો.

You might also like