ટી-20માં ટીમ ઇન્ડિયા માટે ગેમ ચેન્જર છે હાર્દિક: ધોની

ટીમ ઇન્ડિયાના સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ જસપ્રીત બુમરાહને ઓસ્ટ્રેલિયા પ્રવાસની શોધ બતાવ્યો હતો જ્યારે હાર્દિક પંડયામાં તે સ્પીડ જોવા મળી જે પ્રથમ ટી-20 વર્લ્ડકપ સમયે ધોનીમાં જોવા મળતી હતી. હાર્દિક પંડયાએ છેલ્લી થોડી ટી20 મેચમાં એ સાબિત કરી દીધું છે. એશિયાકપમાં બાંગ્લાદેશની સામે ફરી હાર્દિકે શાનદાર ઇનિંગ્સ રમી હતી. હાર્દિકે 18 બોલમાં 31 રન તેમજ 23 રન આપી એક વિકેટ ઝડપી હતી.

ભારતે એશિયા કપની પહેલી મેચમાં બાંગ્લાદેશને 45 રને પરાજય આપ્યો હતો. મેચ પૂરી થયા બાદ ધોનીએ પહેલા જ બોલથી મોટા શોટ રમવાની હાર્દિક પંડયાની ક્ષમતા વિશે જણાવ્યું કે આ યુવા ખેલાડી પોતાનામાં રહેલી ક્ષમતાના કારણે ટી20માં ભારત માટે ગેમ ચેન્જર સાબિત થયો છે. તેને ચાર ઓવર નાંખતા આનંદ થયો. જેથી ટીમ ઇન્ડીયાની તાકાતમાં વધારો થયો છે. તમને ટીમમાં વધારે ફેરફારની જરૂરીયાત રહેશે નહી. લોકો એવું માને છે કે ટીમમાં સાત બેટ્સમેન રાખવા જરૂરી નથી, પરંતુ હાર્દિક જેવા ખેલાડી ટીમમાં હોય તો વાંધો શું છે.

હાર્દિકના કારણે ટીમમાં સમતોલ થયો
ધોનીએ કહ્યું જો તે ટીમ માટે 15 રન વધારે બનાવે છે તો 160ની જગ્યાએ 165-175 રનના કારણે બોલર માટે સારું છે. આપણને તેના જેવા ખેલાડીની જરૂર છે, તે ગેમ ચેન્જર છે. ધોનીએ કહ્યું અમારે હાર્દિકને કશું સમજાવુ પડતું નથી તેને એક જ વાત આવડે છે અને તે બોલની બાઉન્ડ્રીની બહાર કેવી રીતે મોકલવો. જેટલી વધારે ઇનિંગ્સ રમશે તેટલી તેની બેટિંગ નીખરશે. હાર્દિકનો ટીમમાં સમાવેશ એક રીતે ટીમને સમતોલમાં સહાય કરે છે. ટીમમાં ઓલરાઉન્ડરની વધારે જરૂરિયાત હોય છે જે બોલિંગ પણ કરી શકે અને બેટિંગ સમયે આવશ્યક ઇનિંગ પણ રમી શકે. યુવી, રૈના આ કામ કરી શકે છે અને હાર્દિક પણ કરી શકે છે.

You might also like