હવે દુબઇમાં પોતાની ક્રિકેટ એકેડમી શરૂ કરશે ધોની

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના સફળ કેપ્ટનો માંથી એક મહેન્દ્ર સિંહ ધોની જલ્દીથી બાળકોને ક્રિકેટ શિખવાડશે. મળતી માહિતી અનુસાર ધોની દુબઇમાં પોતાની ક્રિકેટ એકેડમી શરૂ કરનાર છે. એક રિપોર્ટ અનુસાર ધોનીએ દુબઇ પેસેફિક સ્પોર્ટ્સ ક્લબમાં પોતાની ક્રિકેટ એકેડમી ખોલવાનો નિર્ણય લીધો છે.

ધોની આ ક્રિકેટ એકેડમી ક્લબ સાથે ભાગીદારીમાં શરૂ કરી રહ્યો છે. આ પ્રસંગે ધોનીએ કહ્યું કે, ‘રમત માત્ર હવે રમત રહી નથી પરંતુ હવે એ એક મોટું બિઝનેસ પ્લેટફોર્મ બની ગયું છે. હું પીએસસી ક્લબની સાથે ભાગીદારીથી ખૂબ ખુશ છું.’

ધોનીની સાથે ભાગીદારી સાતે જ પેસેફિક વેન્ચર્સએ પોતાની ક્રિકેટ એકેડમીનું નામ એમએસધોની ક્રિકેટ એકડમી રાખવાનો નિર્ણય કર્યો છે. પેસેફિક સ્પોર્ટ્સ ક્લએ આ પ્રસંગે કહ્યું કે, ‘અમે ધોની સાથે જોડાઇને ખૂબ જ ખુશ છીએ.’

એમ એસ ધોની ક્રિકેટ એકેડમી માત્ર યૂએઇ જ નહીં પરંતુ બધા ગોલ્ફ દેશોમાં ખુલશે. સાથે આ યૂકે અને સાઉથ આફ્રિકામાં ખોલવામાં આવશે. ધોની અમારી ક્રિકેટ એકેડમીના બ્રાન્ડ એમ્બેસેડર હશે અને દરેક એકેડમીમાં મુલાકાત કરતાં રહેશે.

હાલમાં ટીમ ઇન્ડિયાના ઓફ સ્પિનર આર અશ્વિનએ પણ દુબઇમાં ક્રિકેટ એકેડમી ખોલવાનો નિર્ણય લીધો છે. અશ્વિનની જેન-નેક્સ્ટ ક્રિકેટ કિંગ્સ એકેડમી ચેન્નાઇમાં પહેલાથી છે અને હવે અશ્વિન દુબઇમાં પણ એકેડમી શરૂ કરનાર છે.

You might also like