વિજય હઝારે ટ્રોફી: ધોનીએ ઝારખંડની ટીમમાંથી મારી પ્રથમ સદી

કોલકતા : મહેન્દ્રસિંહ ધોનીએ વિજય હજારે ટ્રોફીમાં ઝારખંડનું નેતૃત્વ કરતાં પ્રથમ સદી ફટકારી છે. આ સદી રવિવારે કોલકાતામાં છત્તીસગઢની સામે માર્યું છે. ધોનીએ 129 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. 50 ઓવરની મેચમાં ધોનીએ 107 બોલમાં 129 રન ફટકાર્યા છે. જેમાં ધોનીએ 6 સિકસર અને 10 બાઉન્ડરી મારી છે. ઝારખંડ તરફથી રમતા ધોનીની આ પ્રથમ સદી છે. શનિવારે ધોનીની કપ્તાની હેઠળ ઝારખંડની ટીમને ગ્રુપ ડીમાં કર્ણાટક સામે પાંચ રનથી પરાજય મળ્યો હતો. ધોનીએ કર્ણટાક સામે 43 રન બનાવ્યા હતા.

લિસ્ટ-એ ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય વન ડે તેમજ સ્થાનિક 50 ઓવરની મેચનો સમાવેશ થાય છે. જેમાં ધોનીએ 10 ભારત તરફથી વન ડેમાં (જેમાં એશિયા ઇલેવનમાટેની સદીનો પણ સમાવેશ), 2 ઇસ્ટ ઝોન માટે, 2 ઇન્ડિયા એ માટે, 1 બિહાર માટે, 1 ઇન્ડિયા સિનિયર્સ ટી માટે, 1 ઝારખંડ માટેનો સમાવેશ થાય છે.

http://sambhaavnews.com/

You might also like