ધોનીની નવી ઇનિંગ્સઃ હવે જીવનસાથી શોધીને કરાવી આપશે લોકોનાં લગ્ન

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાનાં ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને ઓનલાઇન મેટ્રીમોની પ્લેટફોર્મ ભારત મેટ્રીમોનીએ પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. ભારત મેટ્રીમોની સાથે જોડાયા બાદ ધોનીએ કહ્યું, ”જેણે અનેક સફળ લગ્ન કરાવ્યાં છે તેવી બ્રાન્ડ સાથે જોડાવાથી હું ઘણો ખુશ છું.”

આ અંગેની જાણકારી આપતાં કંપની તરફથી જણાવાયું છે કે ધોનીની હાજરીવાળું જાહેરખબર અભિયાન ટૂંક સમયમાં શરૂ કરાશે. આ જાહેરાત પ્રિન્ટ, રેડિયો, ટેલિવિઝન તથા હોર્ડિંગ્સ પર જોવા મળશે.

કંપનીનાં સીઈઓ મુરુગવેલ જાનકીરમને કહ્યું, ”ધોની આ માટે યોગ્ય વિકલ્પ છે, કારણ કે તે યુવાઓનો પ્રેરણાસ્રોત છે. તેણે આ પ્રસિદ્ધિ તેની નેતૃત્વ ક્ષમતાના બળ પર હાંસલ કરી છે. ધોનીનું સુખી લગ્નજીવન, જવાબદાર પિતા અને સારા પતિ જેવી ખૂબીઓ બીજાને પણ પ્રેરિત કરે છે.”

૩૭ વર્ષીય ધોની ભારત માટે સૌથી વધારે ૯૩ ટી-૨૦ મેચ રમનારો ખેલાડી છે. તાજેતરમાં પૂરી થયેલી વિન્ડીઝ સામેની ટી-૨૦ અને ઓસ્ટ્રેલિયામાં રમાનારી આગામી ટી-૨૦ શ્રેણી માટેની ટીમમાંથી ધોનીને પડતો મૂકવામાં આવ્યો છે. ધોની હાલ કંગાળ ફોર્મના કારણે ટીકાઓનો સામનો કરી રહ્યો છે. આમ છતાં કોર્પોરેટ વર્લ્ડમાં ધોનીનો જલવો યથાવત્ છે. ધોની હજુ પણ ઘણી જાહેરાતમાં જોવા મળે છે.

Dhruv Brahmbhatt

Recent Posts

જિઓ બની દેશની બીજા નંબરની સૌથી મોટી ટેલિકોમ કંપની

મૂકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓએ તેના લોન્ચિંગના અઢી વર્ષમાં જ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. યુઝર્સ બેઝના આધારે…

9 hours ago

વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ દેવતાઓની મૂર્તિ ક્યાં રાખવી?

ઘરમાં અને મંદિરમાં દેવી દેવતાઓની મૂર્તિઓ રાખવાની પરંપરા જૂના સમયથી ચાલતી આવી છે. મોટાભાગના લોકો ગણેશજી, લક્ષ્મીજી, બાળ ગોપાલની મૂર્તિઓ…

10 hours ago

દિવસે ભઠ્ઠીમાં ફેરવાતી બીટ ચોકીમાં પોલીસ કર્મચારી પગ મૂકતાંય ડરે છે

શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે. ત્યારે આવા માથાના દુઃખાવા સમાન ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ટ્રાફિક પોલીસ…

11 hours ago

મ્યુનિ. કોર્પોરેશનના નાઇટ શેલ્ટરમાં કોઈ ફરકતું જ નથી

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ઘરવિહોણા લોકોને ધોમધખતા તાપ કે કડકડતી ઠંડી કે ભારે વરસાદ જેવા કુદરતી વિષમ સંજોગોમાં આશરો આપવા…

11 hours ago

ગુજકેટઃ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાને લઇને ચકાસણી

લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાંની સાથે જ રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ પરીક્ષાની તારીખમાં વધુ એક વખત ફેરફાર કરવાની ફરજ…

11 hours ago

શહેરના હેરિટેજ સમાન ટાઉનહોલને નવ કરોડના ખર્ચે રિનોવેટ કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ટાઉનહોલને હવે વધુ સુવિધાસજ્જ અને અદ્યતન બનાવવાની તજવીજ હાથ ધરાઇ છે. બહુ ટૂંકા સમયમાં શહેરની મધ્યમાં…

11 hours ago