‘શું મિસ્ટર બીનનું નિધન થઈ ગયું?’ આ ફક્ત અફવા છે…

પ્રસિદ્ધ હાસ્ય અભિનેતા રોવાન એટકિન્સનને હધા ઓળખે છે, જે ‘મિસ્ટર બીન’ ના પાત્રના લીધે વિશ્વભરમાં જાણીતો છે. સાંભળવા મળ્યું હતું છે કે આ મહાન કલાકારનું વિધન થઈ ગયું છે. આ વાત સાચી નથી ફક્ત સોશ્યિલ મીડિયા પર ફેલાયેલી એક અફવા છે.

ઘણા લોકો માને છે કે આ પોસ્ટ 8 જુલાઈથી વાયરલ કરવામાં આવી રહી છે પરંતુ તે Fake News છે. એવું કહેવામાં આવ્યું છે કે તે લોસ એન્જલસમાં એક કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા, પરંતુ આ બધું એક જોક છે.

આ પહેલી વાર નથી કે મિસ્ટર બીનના મૃત્યુની સમાચાર ફેલાયા છે. અગાઉ 2016માં એવા સમાચાર આવ્યા હતા કે તેઓએ આત્મહત્યા કરી હતી. રોવાનના પાર્ટનર લુસી ફોર્ડે ગત વર્ષે 34 વર્ષની વયે બાળકને જન્મ આપ્યો હતો. 62 વર્ષની ઉંમરે, રોવાન ત્રીજી વખત પિતા બન્યો હતા. રોવાન એટકિન્સન પહેલેથી જ 2 બાળકોના પિતા છે.

રોવાને જેમ્સ બોન્ડની ફિલ્મોમાં સહાયક કલાકાર તરીકેની તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. મિસ્ટર બીન ઉપરાંત, રોવાને જોની ઇંગ્લિશ અને ધી થિન બ્લ્યૂ લાઇન અને રૈસ રેસ જેવી ફિલ્મોમાં ખુબ યાદગાર કામ કર્યું હતું, તેવું માનવામાં આવે છે.

You might also like