શ્રી એ.પી.જે. અબ્દુલ કલામને અંજલી

નવી દિલ્હીઃ અવુલ પાકિર જૈનુલાબ્દિન અબ્દુલ કલામની આજે પ્રથમ પૂણ્યતીથી છે. ગત 27 જૂલાઇ 20015ના રોજ શિલોંગમાં લેક્ચર આપતી વખેત તેઓ ઢળી પડ્યાં હતાં. હૃદય રોગના હુમલાથી તેમનુ મૃત્યુ થયું હતું. અબ્દુલ કલામ જેવા ભારત રત્નની ખોટ પૂરી શકાય તેમ નથી. તેમનુ યોગદાન અમૂલ્ય રહ્યું છે. જીવનના અંતિમ શ્વાસ સુધી તેઓ કાર્યરત રહ્યાં છે.

તેમનો જન્મ ૧૫ ઓક્ટોબર ૧૯૩૧ રામેશ્વરમમાં થયો હતો. ગરીબીમાં ઉછરેલા અને પોતાની મહેનત અને બુદ્ધિકૈશલ્યની આગળ આવેલા ડો.એપી.જે. અબ્દુલ કલામે વૈજ્ઞાનિક તરીકે તો આગવી ઓળખ ઉભી કરી જ હતી. સાથે જ તેઓશ્રી ભારતના રાષ્ટ્રપતિ પદે ઇ. સ. ૨૦૦૨ થી ૨૦૦૭ સુધી બિરાજમાન હતા. તેમની અનોખી કાર્યપધ્ધતીને કારણે તેઓ ખુબ પ્રખ્યાત થયા અને “જનસામાન્યનાં રાષ્ટ્રપતિ” તરીકે લોકચાહના મેળવી હતી.

અબ્દુલ કલામે ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ સેંટ જોસેફ્ કોલેજ, તિરુચિરાપલ્લી અને એરોસ્પેસ ઇજનેરીનો અભ્યાસ મદ્રાસ ઇન્સ્ટિટ્યટ ઓફ ટેકનોલોજી(MIT), ચેન્નઇ ખાતેથી કર્યો હતો. રાષ્ટ્રપતિ બન્યા પહેલા તેમણે એરોસ્પેસ ઇજનેર તરીકે સરંક્ષણ અને વિકાસ સંગઠન(DRDO) અને ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ISRO) ખાતે કામ કર્યુ હતું.

ભારત રત્‍ન અને મહાન વિજ્ઞાનીક ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામ એક સાચા દેશભક્‍ત, આધ્‍યાત્‍મિક મહાપુરૂષ હતા. તેમની સરળતા, સાદગી અને સંવેદનશીલતા જ તેમની આગવી ઓળખ હતી. એ.પી.જે. અબ્દુલ કલામે તેમના પુસ્તક ‘ઇન્ડિયા ૨૦૨૦’માં ભારતને જ્ઞાન-મહાશક્તિ અને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પ્રખર હિમાયત કરી છે.

You might also like