મહિલાઓના ડ્રેસ કોડ પર કાયદો બદલશે બ્રિટેન

લંડન: બ્રિટનના સંસદના અભ્યાસ પર આધારિત બુધવારે રજૂ થયેલા એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. એમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં સામાન્ય ભેદભાવ પર પ્રતિબંધ હોવા છતાં મહિલાઓને કેટલીક વખત વર્કપ્લેસ પર સેક્સિસ્ટ ડ્રેસ કોડને લઇને મહેણાં ટોણાં મારવામાં આવે છે. એ લોકાને હાઇ હિલ્સ સેન્ડલ, ખુલ્લા ડ્રેસ પહેરવા અને વાળમાં કલર વગેરેનો નિર્દેશ પણ આપવામાં આવે છે. રિપોર્ટ બાદ યૂકેના સાંસદ આ વિરુદ્ધ નવો કાયદો લાવવાની તૈયારીમાં છે. એ હેઠળ મહિલાઓ પર સેક્સસ્ટ ડ્રેસ કોડનો પ્રતિબંધ રહેશે નહીં.

ડિસેમ્બર 2015માં નિકોલા થોર્પને એટલા માટે ઘરે મોકલી દેવામાં આવી હતી કારણ તે એ ઓફિસમાં હાઇ હીલ સેન્ડલ પહેરીને ગઇ નહતી. ત્યારબાદ એને આ વિરુદ્ધ એક અરજી દાખલ કરી. એની પર હાઉસ ઓફ કોમન્સના નેતૃત્વમાં એક કમિટીનું ગઠન થયું, જેને હાઇ હીલ્સ અને વર્કપ્લેસ ડ્રેસ તોડ્સ પર અભ્યાસ કર્યો. નિકોલાના સમર્થનમાં 1,50,000 લોકો ઊભા રહ્યા હતાં.

રિપોર્ટના જણાવ્યા અનુસાર હજારો મહિલાઓએ ફરિયાદ કરી હતી કે વર્કપ્લેસ પર કલાકો હાઇ હીલ સેન્ડલ પહેરવાના કારણે દુખાવો થાય છે. આ રિપોર્ટના આધાર પર સાંસદોએ મહિલાઓ સાથે થતાં ભેદભાવને ખતમ કરવા માટે પગલું ભર્યું છે. આ ભેદભાવ એટલા માટે પણ છે કારણ કે આવો કોઇ પણ નિયમ પુરુષો પર લાગૂ પડતો નથી.

You might also like