એમપીની સિસ્ટમથી રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ

અમદાવાદ: ચાલુ ચોમાસાની સિઝનમાં લગભગ અઠવાડિયાનો વિરામ લીધા બાદ મેઘરાજાની ગુજરાતમાં ફરીથી પધરામણી થઇ છે. ગઇ કાલે બપોરે અમદાવાદમાં વરસાદી મહેર થતાં વાતવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. આજે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડનો પ્રારંભ થયો છે.

સ્થાનિક હવામાન વિભાગનાં સૂત્રો કહે છે કે મધ્યપ્રદેશમાં છવાયેલા અપર એર સર્ક્યુલેશનથી આજે અમદાવાદ સહિત ઉત્તર, મધ્ય અને દ‌િક્ષણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આવતી કાલે પણ સારા વરસાદની શકયતા છે. જોકે રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડશે.

દરમિયાન ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ આજે સવારે ૭-૦૦ વાગ્યે પૂરા થયેલા છેલ્લા ર૪ કલાક દરમિયાન સુરતના માંડવી ખાતે સૌથી વધુ એક ઇંચ વરસાદ નોંધાયો હતો. આની સાથે રાજ્યમાં વરસાદની કુલ ટકાવારી આશરે પ૭ ટકાની થઇ છે.
રાજ્યમાં ઝોન વાઇઝ વરસાદની વિગતો તપાસીએ તો મધ્ય ગુજરાતમાં આશરે પ૦ ટકા, સૌરાષ્ટ્રમાં આશરે પ૭ ટકા, દ‌િક્ષણ ગુજરાતમાં પ૭ ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં પ૧ ટકા અને કચ્છમાં આશરે પ૦ ટકા વરસાદ નોંધાયો છે.

You might also like