વેતન ડબલ માંગવા ગયેલ સાંસદોને PM મોદીએ કહ્યું કાંઇક આવું!

નવી દિલ્હીઃ મોંઘવારીથી હેરાન 20 સાંસદોનું એક પ્રતિનિધિમંડળ બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે પહોંચ્યું હતું. તમામ સાંસદોના ફંડના વધારાની માંગ સાથે પીએમ મોદી પાસે પહોંચ્યા હતા. સાંસદોએ મોદી સમક્ષ પોતાના પગર વધારવાનું કહ્યું તો પીએમ મોદીએ સાંસદોને ખર્ચા ઓછા કરવાની સલાહ આપી દીધી.

આ પ્રતિનિધિમંડળનું પ્રતિનિધિત્વ લાલગંજના બીજેપી સાંસદ નીલમ સોનકર શાસ્ત્રી કરી રહ્યાં હતા. જેમની સાથે મહેશ શર્મા સાવિત્રી બાઇ ફૂલે, ભોલા સિંહ, પ્રિયંકા સિંહ રાવત, છોટે લાલ, અંજૂ બાલા પણ હતા.

સાંસદોએ પીએમ મોદીને સાંસદ ફંડ 5 કરોડથી વધારીને 25 કરોડ કરવાની માંગ કરી છે. જેમાં તમામ દળના લોકસભા અને રાજ્યસભાના સભ્યોના હસ્તાક્ષર હતા. પ્રતિનિધિ મંડળમાં શામેલ અને પત્રમાં હસ્તાક્ષર કરનાર તમામ સાંસદોમાં ભાજપના સાંસદોની સંખ્યા વધારે હતી.

પીએમ મોદીએ પરિસ્થિતિને જોતા પ્રતિનિધિમંડળને જણાવ્યું છે કે સાંસદ ફંડ વધારવા માટે સરકાર જરૂરથી વિચાર કરશે. પરંતુ હાલ ખર્ચા પર કાબુ રાખવો જરૂરી છે. પીએમ મોદી જાણે છે કે જો હાલ સાંસદ ફંડમાં વધારો કરવામાં આવે તો તેની સીધી અસર જનતા પર પડશે. તેથી તે કોઇ જ એવા પગલાં લેવા નથી માંગતા કે જેની અસર જનતા પર પડે.

You might also like