ખેડૂતોને મળેલી 2000ની નોટમાં બાપુની તસ્વીર ગાયબ

ભોપાલઃ મધ્ય પ્રદેશના શ્યોપુર જિલ્લામાં એક ગામમાં કેટલાક ખેડૂતો ત્યારે હેરાન થઇ ગયા જ્યારે તેમને  મળેલી 2000ની નોટ પર બાપુનો ફોટો જ ન હતો. ખેડૂતોને લાગ્યું કે નોટ નકલી છે. તેથી તેઓ બેંકમાં ગયા. જ્યાં તેમને કાંઇક અલગ જ કહેવામાં આવ્યું.

ખેડૂતોએ આ નોટ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાંથી નિકાળી હતી. જ્યારે ખેડૂતો બેંક પાસે પોતાની ફરિયાદ લઇને ગયા તો તેમને જણાવવામાં આવ્યું કે તે નોટો અસલી છે. તેમાં પ્રિન્ટિંગ મિસ્ટેકને કારણે બાપુનો ફોટો નથી.

પોલીસ સૂત્રો અને બેંક તરફથી મળતી માહિતી મુજબ આ રીતની કેટલીક નોટો આ વિસ્તારમાં સર્ક્યુલેશનમાં છે. નવી નોટના પ્રિન્ટિંગની ખામીમાં આ પહેલી ઘટના નથી. નોટબંદી બાદ આવેલી 500 અને 2000ની નોટોમાં આ પહેલાં પણ પ્રિન્ટિંગ મિસ્ટેકના કેટલાક કિસ્સાઓ સામે આવ્યાં છે. ખાસ કરીને 2000ની નવી નોટોમાં આ રીતની ખામીઓ વધારે જોવા મળી છે.

home

You might also like