રાષ્ટ્રપતિના અભિભાષણમાં સાંસદ ઇ અહમદની તબીયત લથડી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિના અભિભાષણ દરમ્યાન મંગળવારે એક સાંસદની તબિયત ખરાબ થઇ હતી. પ્રણવ મુખર્જી જ્યારે સ્પીચ આપી રહ્યાં હતા. ત્યારે ઇ અહમદની હાલત લથડી હતી. જેમને તુરંત સંસદની બહાર લઇ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

ઇ અહમદ કેરલના સાંસદ છે. મનમોહન સિંહની સરકારમાં તે વિદેશ રાજ્યમંત્રી રહી ચૂક્યાં છે. તેઓ ઇન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગના નેશનલ પ્રેસિડેન્ટ છે. તેમની ઉંમર 78 વર્ષની છે.

http://sambhaavnews.com/

You might also like