મધ્યપ્રદેશમાં શરૂ થયું હેપિનેસ મંત્રાલય

નવી દિલ્હી: લોકોને ખુશી આપવા માટે અને લોકોનો આનંદ વધારવા માટે મધ્યપ્રદેશ સરકારે હેપીનેસ મંત્રાલય શરૂ કર્યું છે. આમ કરનાર મધ્યપ્રદેશ દેશનું સૌથી પહેલું રાજ્ય બન્યું છે. આ વિભાગનું નામ આનંદ વિભાગ રાખવામાં આવ્યું છે. આ અનોખા મંત્રાલયને કેબિનેટે પણ મંજૂરી આપી દીધી છે. ત્રણ મહિના પહેલા મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે આ પ્રકારનું મંત્રાલય બનાવવાની વાત કરી હતી. હવે તેને અમલમાં મૂકી દેવાયું છે.

આ વિભાગ અન્ય મંત્રાલયો સાથે મળીને કામ કરશે. તેનો હેતુ એવી પોલિસીની રચના કરવાનો હશે જે લોકોનો આનંદ વધારે. મુખ્યપ્રધાનનું કહેવું છે કે માત્ર ભૌતિક રીતે રાજ્ય આગળ વધે તે પૂરતું નથી. ઉચ્ચ મૂલ્યો સાથે આધ્યાત્મિક પ્રગતિ પણ લોકોના આનંદમાં વધારો કરવા માટે જરૂરી છે. આ મંત્રાલય માટે સરકારે ૩.૮૦ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે.

You might also like