હત્યા, લૂંટ અને બળાત્કારના અનેક ગુનામાં સંડોવાયેલો એમ.પી.નો ખૂંખાર ડાકુ ઝડપાયો

રાજકોટના મોરબી રોડ પર બેડી ગામ નજીકથી પોલીસે મધ્યપ્રદેશના એક ખુંખાર ડાકુને આબાદ ઝડપી લીધો હતો. આ ડાકુને પકડવા માટે એમ.પી. સરકારે ચાર ઇનામો જાહેર કર્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશના જંગલ વિસ્તારમાં રહી રમેશ માનસી મેડા નામનો ડાકુ જુદા જુદા વિસ્તારમાંથી સગીરાઓના અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો હતો. આ ઉપરાંત તેને હત્યા અને લૂંટના ગુના પણ આચર્યા હતા. મધ્યપ્રદેશ પોલીસે છેલ્લા કેટલાક દિવસોથી શોધતી હતી પણ આરોપી ન પકડાતા સરકારે આ આરોપીને પકડવા માટે ઇનામો જાહેર કર્યાં હતાં.

દરમ્યાનમાં રાજકોટ ક્રાઇમબ્રાંચને બાતમી મળી હતી કે આ ડાકુ મોરબી રોડ પર બેડીગામ નજીક છુપાયો આ બાતમના આધારે પોલીસે સફળ ઓપરેશન પાર પાડી ડાકુને આબાદ ઝડપી લીધો હતો અને આ અંગે મધ્યપ્રદેશ પોલીસને જાણ કરવામાં આવી હતી.

You might also like