ફિલ્મ રિવ્યુ : ‘મિર્ઝિયા’

અક્સ, ‘રંગ દે બસંતી’, ‘દિલ્હી-૬’ અને ‘ભાગ મિલ્ખા ભાગ’ જેવી અલગ અલગ પ્રકારની ફિલ્મો અાપી ચૂકેલા નિર્દેશક રાકેશ અોમપ્રકાશ મહેરા હવે ‘મિર્ઝિયા’ લઈને અાવ્યા છે. ફિલ્મ પંજાબની મશહૂર મિર્ઝા-શાહીબાની પ્રેમકથા પર અાધારિત છે, જેને મોડર્ન ટચ અાપવામાં અાવ્યો છે. ફિલ્મનું સંગીત શંકર અહેસાન લોય અને દલેર મહેંદીઅે અાપ્યું છે. ફિલ્મમાં હર્ષવર્ધન કપૂર, સૈયામી ખેર, અારતી મલિક, અનુજ ચૌધરી, કે. કે. રૈના, અોમ પુરી અને અંજલી પાટીલ જેવા કલાકારો છે.

મિર્ઝા અને શાહીબા એકબીજાને પ્રેમ કરવા લાગે છે. અા પ્રેમકહાણીને સમકાલીન બનાવવા માટે પુનઃજન્મના અાધાર પર બનાવાઈ છે. અા ફિલ્મથી અનિલ કપૂરનો પુત્ર હર્ષવર્ધન કપૂર અને સૈયામી ખેર બંને પોતાની અભિનય કાર‌િકર્દી શરૂ કરી રહ્યાં છે. િફલ્મમાં દર્શાવાયું છે કે મિર્ઝા (હર્ષવર્ધન કપૂર) અને શાહીબા (સૈયામી ખેર) બાળપણથી એકબીજાને પ્રેમ કરતાં હતાં, પરંતુ તેઅો છૂટાં પડી જાય છે અને જવાનીમાં ફરી એક વાર તેમની મુલાકાત થાય છે. શાહીબાનાં લગ્ન કોઈ અન્ય વ્યક્તિ સાથે નક્કી થઈ ચૂક્યાં છે. લગ્ન પહેલાં શાહીબા મિર્ઝા સાથે ભાગી જાય છે, પરંતુ બીજા જ દિવસે તેનો ભાઈ તેને ઘેરી લે છે. શાહીબા જાણે છે કે મિર્ઝા જબરદસ્ત નિશાનેબાજ છે અને મુકાબલો થશે તો તે તેના ભાઈઅોને મારી નાખશે. તે મિર્ઝાનાં બધાં જ તીર તોડી નાખે છે. માત્ર એક તીર બચાવીને રાખે છે. ફિલ્મની સ્ટોરીનો ટ્રેજિક અંત અાવે છે. મિર્ઝા અને શાહીબા મૃત્યુ પામે છે. કહાણીની સાથે-સાથે સુચિત્રા અને અાદિલની કહાણી પણ બતાવાઈ છે. •

You might also like