ફિલ્મ રિવ્યુ : ‘વજહ તુમ હો’

ભૂષણકુમાર અને કૃષ્ણકુમાર નિર્મિત ‘વજહ તુમ હો’ ફિલ્મની કહાણી સમીર અરોરાઅે લખી છે. ફિલ્મમાં શરમન જોષી, ગુરમીત ચૌધરી, સના ખાન, રજનીશ દુગ્ગલ અને શર્લિન ચોપરા જેવા કલાકારો છે. ફિલ્મનું સંગીત અભિજિત વઘાણી, મિત બ્રધર્સ અને મિથુને અાપ્યું છે. ફિલ્મના ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ, કુમાર અને મનોજ મુંતસિર છે. ફિલ્મના નિર્દેશક વિશાલ પંડ્યા છે. અા પહેલાં તેઅો ‘હેટ સ્ટોરી-૨’ અને ‘હેટ સ્ટોરી-૩’ ફિલ્મ બનાવી ચૂક્યા છે.

‘બિગ બોસ’ ફેમ સના ખાનની સલમાન ખાનની ફિલ્મ ‘જય હો’માં નાનકડી ભૂમિકા હતી, જ્યારે અા ફિલ્મ ‘વજહ તુમ હો’માં તે મુખ્ય ભૂમિકામાં છે. અભિનેતા ગુરમીત ચૌધરીઅે પોતાના અભિનયની શરૂઅાત રામાયણ સિરિયલથી કરી હતી. ત્યારબાદ તેણે ઘણા રિયાલિટી શો કર્યા. અા પહેલાં ગુરમીતે ‘મિસ્ટર એક્સ’ અને ‘ખામોશિયાં’ નામની બે ફિલ્મોમાં કામ કર્યું છે.

અભિનેતા અને મોડલ રજનીશ દુગ્ગલે ૨૦૦૩માં ‘મિસ્ટર ઇન્ડિયા’નું ટીલર ટાઈટલ જીત્યું હતું. ૨૦૦૮માં વિક્રમ ભટ્ટની હોરર ફિલ્મ ‘૯૨’થી અભિનયની શરૂઅાત કરી હતી. શરમન જોષીઅે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ અા ફિલ્મના નિર્દેશક વિશાલ પંડ્યા સાથે તે ‘હેટ સ્ટોરી-૩’માં કામ કરી ચૂક્યો છે. શર્લિન ચોપરા અને ઝરીન ખાન પણ અા ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે.

ફિલ્મ ‘વજહ તુમ હો’ની સ્ટોરી ટેલિવિઝનમાં થઈ રહેલા હત્યાના ડાયરેક્ટ પ્રસારણની ચારે બાજુ ફરે છે. અા ઇરો‌િટક, રોમેન્ટિક, ક્રાઈમ થ્રિલર ફિલ્મમાં હત્યા, રહસ્ય અને તબાહીની કહાણી છે. રણબીર બજાજ (ગુરમીત ચૌધરી) અેક વકીલ છે, જ્યારે સિયા (સના ખાન) લીગલ હેડ છે. બંને પોતપોતાના કામમાં સફળ છે. એકસાથે કામ કરતાં બંને વચ્ચે પ્રેમ થાય છે. રાહુલ (રજનીશ દુગ્ગલ) ટેલિવિઝન નેટવર્કનો માલિક છે અને સિયા રાહુલની કાયદાકીય સલાહકાર છે. બંનેને અરસપરસમાં સારી મિત્રતા થાય છે. બંને એકબીજાની ખૂબ જ નજીક અાવી જાય છે અને બંને વચ્ચે એક રાતનો સંબંધ પણ બંધાય છે. રાહુલ દેવાના કેસમાં ફસાઈ જાય છે.

સિયા તેને અા કેસમાંથી બચાવવાની કોશિશ કરે છે, પરંતુ રણબીર સિયાને કહે છે કે રાહુલ ખોટો અને ગુનેગાર છે. સિયા રણબીરની વાત પર વિશ્વાસ કરતી નથી. તેને લાગે છે કે રાહુલ ખરેખર નિર્દોષ છે ત્યારે જ રાહુલની ચેનલ હેક થઈ જાય છે, જેમાં દર્શકોને એક હત્યાનું સીધું પ્રસારણ જોવા મળે છે. અા હત્યાની તપાસ કરવાની જવાબદારી પોલીસ ઇન્સ્પેક્ટર સમીર મલ્હોત્રા (શરમન જોષી)ને મળે છે. ઇન્સ્પેક્ટર સમીર મલ્હોત્રા કેવી રીતે અા હત્યાના રહસ્યનો પર્દાફાશ કરવામાં સફળ થાય છે તે અા ફિલ્મમાં દર્શાવાયું છે. •

You might also like