Movie Review: રોમિયો અકબર વોલ્ટર – ‘રો’ની કહાણી એક સાચા જાસૂસની કહાણી

રોમિયો અકબર વોલ્ટરના નિર્દેશક રોબી ગ્રેવાલ છે. રોબીએ લગભગ ૧૦ વર્ષ બાદ કોઇ ફિલ્મનું ડિરેક્શન સંભાળ્યું છે. આ પહેલાં ૨૦૦૯માં તેમણે ફિલ્મ ‘આલુ ચાટ’ નિર્દેશિત કરી હતી. તે પહેલાં ૨૦૦૯માં ‘સમય’, ૨૦૦૭માં ‘એમપી થ્રીઃ મેરા પહેલા પહેલા પ્યાર’ જેવી ફિલ્મો નિર્દેશિત કરી હતી. ૨૦૦૫માં આવેલી લોકપ્રિય ફિલ્મ ‘યહાં’ના નિર્માતા પણ રોબી હતા.

વર્ષ ૨૦૦૩માં ફિલ્મ ‘જિસ્મ’થી દર્શકોની વચ્ચે પોતાની ઉપસ્થિતિ નોંધાવનાર અભિનેતા જોન અબ્રાહમે ‘સાયા’, ‘કાલ’, ‘એલાન’, ‘ધૂમ’, ‘મદહોશી’, ‘વોટર’, ‘ગરમ મસાલા’, ‘ઝિંદા’, ‘ટેક્સી નંબર ૯૨૧૧’, ‘કાબુલ એક્સપ્રેસ’, ‘દોસ્તાના’, ‘શૂટઆઉટ એટ વડાલા’, ‘મદ્રાસ કેફે’, ‘રોકી હેન્ડસમ’, ‘ઢિશૂમ’, ‘ફોર્સ-૨’, ‘પરમાણુ’ અને ‘સત્યમેવ જયતે’ જેવી ફિલ્મમાં અભિનય કર્યો છે.

ફિલ્મોમાં બેકગ્રાઉન્ડ ડાન્સરના રૂપમાં કામ કરી ચૂકેલી મૌનીએ ૨૦૦૭માં ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’થી પોતાની અભિનય કારકિર્દી શરૂ કરી. ત્યારબાદ તેણે ‘કસ્તૂરી’, ‘દો સહેલિયા’, ‘દેવો કે દેવ મહાદેવ’, ‘નાગિન’ ઉપરાંત અનેક રિયાલિટી શોમાં કામ કર્યું. મૌનીની પહેલી ફિલ્મ ‘ગોલ્ડ’ હતી.

રોમિયો અકબર વોલ્ટર એટલે ‘રો’ની કહાણી એક સાચા જાસૂસની કહાણી છે. આ કહાણી એક સિક્રેટ એજન્ટ રોમિયો અકબર વોલ્ટર (જોન અબ્રાહમ)ની છે, જે ૭૦ના દાયકામાં પાકિસ્તાની સેનામાં સામેલ થઇને હિંદુસ્તાની સેના માટે જાસૂસી કરતો હતો. પોતાની દેશભક્તિ, બહાદુરી અને બલિદાન સાથે દેશની સેવા કરતો હતો. તેની જિંદગીમાં ઘણી વાર એવા અવસર પણ આવે છે, જ્યારે પાકિસ્તાની અધિકારી તેને ઓળખીને પકડવાની કોશિશ પણ કરે છે. આવા સંજોગોમાં કેવી રીતે રોમિયો અકબર વોલ્ટર બનીને તે જાસૂસ પોતાના દેશ માટે કામ કરે છે અને કેવી રીતે ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા જંગમાં પાકિસ્તાનને ભારતીય સેના સામે ઘૂંટણ ટેકવા મજબૂર કરે છે. આ બધી બાબતો આ ફિલ્મમાં દર્શાવાઇ છે. •

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

1 month ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

1 month ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

1 month ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

1 month ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

1 month ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

1 month ago