ગુજરાતી ફિલ્મ ‘ધાડ’ ફિલ્મમાં કચ્છીઓના સંઘર્ષની ગાથા, દર્શકોને ખૂબ ગમી

આ ફિલ્મની સ્ટોરી સારી છે. નં‌દિતા દાસ, કે. કે. મેનનની એક્ટિંગ સારી છે. મ્યુઝિક ઠીક છે. કચ્છીઓના સંઘર્ષને સમજવાલાયક ફિલ્મ છે. આખી ફિલ્મમાં ક્યાંય પણ કંટાળો આવતો નથી. આ ફિલ્મ એક વાર તો જોવી જ જોઇએ. – દર્શના રાઠોડ, ગોતા

આ ફિલ્મની સિનેમેટોગ્રાફી સારી છે. આ ફિલ્મમાં કચ્છના માનવીઓના સંઘર્ષ-સમસ્યા અને ગામડા વિશે સારું બતાવ્યું છે. મ્યુઝિક દમદાર છે. ફિલ્મ એક વાર તો જરૂર જોવી જ જોઇએ. પૈસા વસૂલ ફિલ્મ છે. સમાજમાં સારો મેસેજ મળે તેવી આ ફિલ્મ છે.– પાયલ મકવાણા, ગાંધીનગર

આ ફિલ્મમાં તમામ એક્ટરનું કામ ઘણું સારું છે, સાથે-સાથે અન્ય બંનેનું કામ પણ સારું છે. ફિલ્મની સ્ટોરી જકડી રાખે છે. ફિલ્મમાં ક્યાંય કંટાળો આવતો નથી. ફિલ્મમાં ગ્રામીણ ભારત વિશેની સાચી કહાણી બતાવવામાં આવી છે. હું આ ફિલ્મને ર.પ સ્ટાર આપીશ. -ખુશબૂ પટેલ, ગાંધીનગર

આ ફિલ્મ જોયા પછી લાગશે કે ગામડું હજુ જીવંત છે. ફિલ્મમાં દેશીપણું વધારે ગમ્યું. કે. કે. મેનનનો રોલ વધારે સારો લાગ્યો. સંગીત સારું છે. ગ્રામીણ ભારતની કઠિન પરિસ્થિતિ ડાયરેક્ટરે સારી રીતે બતાવી છે. ફિલ્મના સંવાદ પણ સારા છે. હું આ ફિલ્મને ર.પ સ્ટાર આપીશ. – કોમલ શાહ, વસ્ત્રાપુર

‘ધાડ’ કચ્છના પરિવેશ, કચ્છની ધરતી અને ગ્રામીણ સંસ્કૃતિ તથા કચ્છી માનવીઓના ખમીરને ઉજાગર કરતી ફિલ્મ છે. આ ફિલ્મ ગુજરાતી પ્રેક્ષકોને ગમી. આ ફિલ્મના સંવાદ ખૂબ સુંદર છે. તમામની એક્ટિંગ પણ સારી છે. હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ. – સૂરજ સોની, ઘાટલોડિયા

ફિલ્મની સ્ટોરીને ડિરેક્ટરે ખૂબ સારી રીતે ફિલ્માવી છે. કે. કે. મેનને કરેલો અભિનય ઘણો સારો રહ્યો. ન‌િદતા દાસનો પણ અભિનય ઘણો દમદાર રહ્યો છે. ફિલ્મમાં ગ્રામીણ વિસ્તારનું સુંદર ફિલ્માંકન કરાયું છે. ગ્રામીણ જીવનશૈલીનું પણ સારું નિરૂપણ કરાયું છે. હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ – અંકિત વાળંદ, બોપલ

You might also like