Movie Review: ‘બદલા’ એક મર્ડર મિસ્ટ્રી

રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘બદલા’ના નિર્માતા ગૌરી ખાન, સુનીલ ખેત્રપાલ અને અક્ષય પુરી છે. ફિલ્મનું નિર્દેશન સુજોય ઘોષે કર્યું છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, તાપસી પન્નુ, અમૃતા સિંહ અને ટોની લ્યુક જેવા કલાકારો છે. ‘બદલા’ ૨૦૧૭માં પ્રદર્શિત સ્પે‌િનશ ફિલ્મ ‘Contratiempo The Invisible Guest’ની હિંદી રિમેક છે. ફિલ્મનું શૂટિંગ સ્કોટલેન્ડમાં થયું છે. શાહરુખખાનની કંપનીએ ફિલ્મનું નિર્માણ કર્યું છે.

આ ફિલ્મ એક મર્ડર મિસ્ટ્રી છે. નૈના શેટ્ટી (તાપસી પન્નુ) યુવા વ્યવસાયી છે. તે એ સમયે અચંબિત રહી જાય છે, જ્યારે હોટલના જે રૂમમાં તે રોકાઇ છે ત્યાં તેના પ્રેમીની લાશ મળે છે અને શંકાની સોય તેના તરફ ઇશારો કરે છે.

આ બધું કેવી રીતે થયું? કેમ થયું? કોણે કર્યું? તેનાે જવાબ શોધવાની જવાબદારી નૈના બાદલ ગુપ્તા અમિતાભ બચ્ચનને સોંપે છે. બાદલ એક પ્રસિદ્ધ વકીલ છે. તે શોધવાની કોશિશ કરે છે કે આખરે સત્ય શું છે?

ફિલ્મ ‘બદલા’નું નિર્દેશન સુજોય ઘોષે કર્યું છે. સુજોય થ્રિલર ફિલ્મ બનાવવામાં માહેર છે. તેણે કહાની (૨૦૧૨) અને કહાની-૨ (૨૦૧૬) જેવી ઉત્કૃષ્ટ થ્રિલર બનાવી હતી. આ પહેલાં પણ તેઓ ઝંકાર બીટ્સ (૨૦૦૩) અને અલાદ્દીન (૨૦૦૯) જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે. સુજોયની ફિલ્મ ‘બદલા’થી ઘણી અપેક્ષાઓ છે. •

You might also like