મનમોહન પર બનનારી ફિલ્મમાં ઇટા‌િલયન અભિનેત્રી ભજવશે સોનિયાનો રોલ

મુંબઈ: પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ પર એક ફીચર ફિલ્મ બની રહી છે, જેમાં રાહુલ ગાંધીના રોલ માટે એક બ્રિટિશ એક્ટરની પસંદગી કરાઈ છે. ફિલ્મ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઅોના થોડા મહિના પહેલાં રિલીઝ કરવામાં અાવશે. અા ફિલ્મની રિલીઝના દિવસે શાહરુખ ખાનની અાગામી ફિલ્મ પણ અાવી શકે છે.

અભિનેતાના પિતા ભારતીય મૂળના અને માતા અાઇ‌િરશ મૂળની છે. તેને કોંગ્રેસના ઉપાધ્યક્ષના રોલ માટે ફાઈનલ કરાયો છે. સૂત્રોઅે જણાવ્યું કે અભિનેતાની અોળખ ગુપ્ત રાખવામાં અાવી છે. અભિનેતા અંગે માત્ર એટલું જણાવાયું છે કે તેણે હોલિવૂડની ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે. એકેડેમી એવોર્ડ વિનર લિયોનાર્ડો ધ કેપ્રીઅો સાથે પણ કામ કર્યું છે.

સૂત્રોઅે જણાવ્યું કે કોંગ્રેસ પ્રેસિડેન્ટ સોનિયા ગાંધીના રોલ માટે એક ઇટા‌િલયન અભિનેત્રીની પસંદગી કરાઈ છે, પરંતુ તેનું નામ પણ ગુપ્ત રખાયું છે. તેમણે જણાવ્યું કે ૧૨૮ના મેમ્બર કાસ્ટના બાકીના લોકોને ફાઈનલ કરવા માટે ખૂબ જ જલદી લંડન અને ઇટાલીમાં અો‌િડશન શરૂ થશે. સૂત્રોઅે જણાવ્યું કે શૂટિંગ બે મહિનામાં લંડનમાં શરૂ થશે. ભારતમાં અપ્રિય ઘટનાઅોની અાશંકાઅોના કારણે અાખી ફિલ્મ ત્યાં જ શૂટ કરાશે.

ફિલ્મ ૨૧ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ ૧૪ ભાષામાં દુનિયાભરમાં રિલીઝ કરાશે. ફિલ્મ ૨૦૦૪થી ૨૦૦૮ સુધી મનમોહનસિંહના મીડિયા એડ્વાઈઝર રહી ચૂકેલા સંજય બારુની બુક ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર: ધ મેકિંગ એન્ડ અનમે‌િકંગ અોફ મનમોહનસિંહ’ પર અાધારિત છે. ફિલ્મના પ્રોડ્યૂસર સુનીલ બોરાઅે કહ્યું કે સ્ક્રિપ્ટ ફાઈનલ થઈ ચૂકી છે, તેમાં દર્શકો માટે ઘણી બધી સરપ્રાઈઝ હશે. બારુનું પુસ્તક ૨૦૧૪માં સામાન્ય ચૂંટણી દરમિયાન અાવ્યું હતું, જેમાં તેણે મનમોહનસિંહના પહેલા કાર્યકાળની ટીકા કરી હતી. બોરાઅે કહ્યું હતું કે ફિલ્મ રિલીઝના ટાઇમિંગને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે ફિલ્મ માટે જે કોન્ટ્રાક્ટ કરાયો છે તે મુજબ અાવતા વર્ષના ડિસેમ્બર સુધીમાં તે રિલીઝ કરવી પડશે.

You might also like