ફિલ્મ ‘ઢિશૂમ’નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ

નવી દિલ્હી: વરુણ ધવન અને જ્હોન અબ્રાહ્મની આવનારી ફિલ્મ ‘ઢિશૂમ’નું પહેલું પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. પોસ્ટરમાં બંને સ્ટાર્સ ઘણા સ્ટાઇલિશ દેખાઇ રહ્યા છે.

જ્હેન અબ્રાહ્મે તેના ટિ્વટરથી પસ્ટર શેર કરતાં લખ્યું કે ‘સોમવારની સવારે જુનૈદ અને કબીર.’

પોસ્ટરમાં વરુણ સાથે જોવા મળી રહ્યો છે અને જ્હોન અબ્રાહ્મ ટશનમાં સિગરેટ પીતા નજરે જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ 29 જુલાઇએ રિલીઝ થશે.

તમને જણાવી દઇએ કે વરુણ અને જ્હોન અબ્રાહ્મએ આ ફિલ્મનું શૂટિંગ મોરસ્કોમાં કર્યું છે. ફિલ્મના ડાયરેક્ટર રોહિત ધવન છે જે વરુણ ધવનનો મોટો ભાઇ અને જ્હોનનો સારો મિત્ર પણ છે. ફિલ્મમાં જેકલીન ફર્નાડિસ પણ મહત્વનો રોલ નિભાવતી જોવા મળશે.

You might also like