ફિલ્મોમાં ભાઈ-બહેનની જોડીઃ અેક હિટ-એક ફ્લોપ

શ્રદ્ધા કપૂર-સિદ્ધાંત કપૂર: શ્રદ્ધા અને સિદ્ધાંત કપૂર થોડા સમયમાં એકસાથે ફિલ્મમાં જોવા મળશે. શ્રદ્ધા બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી ચૂકી છે, જ્યારે સિદ્ધાંત હજુ ઓળખ બનાવવામાં સફળ થયો નથી. સિદ્ધાંતે ર૦૧૩માં ‘શૂટઆઉટ એટ વડાલા’થી ડેબ્યૂ કર્યું. આ ઉપરાંત તે ‘અગ્લી’ અને ‘જજબા’ ફિલ્મમાં દેખાઇ ચૂક્યો છે. શ્રદ્ધાએ ર૦૧૦માં આવેલી ‘તીન પત્તી’થી ડેબ્યૂ કર્યું હતું. તેણે ‘આશિકી-ર’, ‘હૈદર’, ‘એક વિલન’, ‘એબીસીડી-ર’ સહિત ઘણી સારી ફિલ્મો આપી.
સલમાન-અરબાઝ ખાન: સલમાન ખાન અને અરબાઝ ખાનની જોડીએ ફિલ્મ ‘હેલો બ્રધર’, ‘પ્યાર કિયા તો ડરના કયા’, ‘દબંગ’, ‘દબંગ-ર’માં એકસાથે કામ કર્યું. સલમાન ખાનની ગણતરી હિટ સ્ટાર્સમાં થાય છે તો અરબાઝ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ રહ્યો નથી. સલમાને ‘મૈંને પ્યાર કિયા’, ‘હમ આપ કે હૈ કૌન’, ‘હમ સાથ સાથ હૈ’, ‘બોડીગાર્ડ’, ‘તેરે નામ’, ‘એક થા ટાઇગર’ ઉપરાંત ઘણી બધી સુપર‌િહટ ફિલ્મો આપી. અરબાઝે ‘દરાર’,
‘મા તુજે સલામ’, ‘કુછ ન કહો’ અને ‘ઢોલ’ સહિતની ફિલ્મોમાં કામ કર્યું.

આમિર ખાન-ફૈઝલ ખાન: આમિર ખાન અને ફૈઝલ ખાને એકસાથે ‘મેલા’ ફિલ્મમાં કામ કર્યું. આમિર સુપરસ્ટાર ગણાય છે, પરંતુ ફૈઝલની ક‌િરયર ફ્લોપ રહી. આમિરે ‘કયામત સે કયામત તક’, ‘દિલ’, ‘રાજા હિન્દુસ્તાની’, ‘લગાન’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મો આપી, જ્યારે ફૈઝલે ‘મદહોશ’, ‘બસ્તી’, ‘કાબૂ’ જેવી ફ્લોપ ફિલ્મોમાં કામ કર્યું.

શિલ્પા શેટ્ટી-શમિતા શેટ્ટી: શિલ્પા શેટ્ટી અને શમિતા શેટ્ટીની જોડીએ ર૦૦રમાં આવેલી ફિલ્મ ‘ફરેબ’માં સ્ક્રીન શેર કર્યો હતો. આ ઉપરાંત બંને બહેનોએ ઘણી ફિલ્મોમાં એકસાથે કામ કર્યું હતું. શિલ્પા ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ રહી, જ્યારે શમિતા શેટ્ટી નિષ્ફળ ગઇ. શિલ્પાએ ‘મૈં ખિલાડી તૂ અનાડી’, ‘ધડકન’, ‘ગર્વ’ સહિત ઘણી હિટ ફિલ્મો આપી. શમિતાએ ર૦૦૦માં ‘મોહબ્બતેં’થી ડેબ્યૂ કર્યું. આ ફિલ્મ સુપર‌િહટ રહી, પરંતુ શમિતાની કરિયર ફ્લોપ રહી.

સની દેઓલ-બોબી દેઓલ: સની દેઓલ (૬૦ વર્ષ) અને બોબી દેઓલ (૪૮ વર્ષ)ની જોડીએ ફિલ્મ ‘અપને’ ર૦૦૭માં અને ‘યમલા પગલા દીવાના’ ર૦૧૧માં એકસાથે કામ કર્યું.  સની દેઓલની વાત કરીએ તો તેેણે ૧૯૮૩માં સુપર‌િહટ ફિલ્મ ‘બેતાબ’થી ડેબ્યૂ કર્યું અને ‘ત્રિદેવ’, ‘ઘાયલ’, ‘ડર’, ‘દામિની’, ‘બોર્ડર’ જેવી બેસ્ટ ફિલ્મો આપી. બોબીએ ૧૯૯પમાં ફિલ્મ ‘બરસાત’થી ડેબ્યૂ કર્યું. આ ફિલ્મ હિટ રહી, પરંતુ બોબીની કરિયર પણ ફ્લોપ રહી. •
http://sambhaavnews.com/

You might also like