એક સાથે ૧૫૦ પર્વતારોહકો પહોંચી જતાં માઉન્ટ એવરેસ્ટ પર ભીડ થઈ ગઈ!

કાઠમંડુ: વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ પર એક સાથે ૧૫૦ પર્વતારોહકો પહોંચી જતાં ત્યાં પર્વતારોહકોની ભીડ વધી ગઈ હોવાનો પહેલો બનાવ બન્યો છે. આ સાહસિકોમાં ભારતીય લશ્કરના પણ ઘણા જવાન છે અને ખાસ કરીને ઔરંગાબાદનો પોલીસ કૉન્સ્ટેબલ રફીક શેખનો એમાં સમાવેશ છે. તે આ સિદ્ધિ મેળવનારો મહારાષ્ટ્ર પોલીસનો પ્રથમ કર્મચારી છે. માઉન્ટ એવરેસ્ટ પર પહોંચેલા મોટા ભાગના પર્વતારોહકો બે વર્ષથી પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ ખરાબ વાતાવરણને લીધે તેમ જ હોનારતોને કારણે તેમની સિદ્ધિ અધૂરી રહી ગઈ હતી. ૧૫૦ પર્વતારોહકો એવરેસ્ટ પર પહોંચી ગયા છે અને હજી બીજા ઘણા પહોંચી રહ્યા છે. ઔરંગાબાદનો પોલીસ કૉન્સ્ટેબલ રફીક ત્રણ વર્ષથી આ સિદ્ધિ હાંસલ કરવા પ્રયત્ન કરી રહ્યો હતો અને હવે તેને એમાં સફળતા મળી છે.

You might also like