તો શું ખરેખર હિમાલય પર બરફ માનવ રહે છે?

થિંપુ: શું હિમાલયના પર્વતો પર કેટલાક એવા લોકો પણ રહે છે જે માત્ર બરફમાં જ રહે છે? જેમણે ક્યારેય બહારની દુનિયા જોઇ નથી? જેમના વિશે માત્ર આપણે પુસ્તકોમાં જ વાંચ્યું હોય કે બરફમાં રહેતાં તે માનવો લોકોને પર્વત પર બરફમાં પરેશાન કરે છે. આ વાત સાચી પણ હોઇ શકે છે. હકીકતમાં ભૂટાનમાં હિમાલય પર ટ્રેકિંગ કરી રહેલા કેટલાક લોકોએ બરફ પર કંઇક વિચિત્ર પ્રકારના પગના નિશાન જોયા હતા. જે કદાચ કોઇ માણસના પણ હોઇ શકે છે. પરંતુ આ નિશાન તે જગ્યાએ જોવા મળ્યાં હતા જે હિમાલય પર બનાવેલા ટ્રેકિંગ રૂટથી અલગ રસ્તો હતો. અને હા આ પગલાં આગળ જઇને એકદમ ખોવાઇ ગયા હતા.

સ્ટીવ બેરી હિમાલયમાં અલગ અલગ જગ્યાએ ચઢવાના શોખીન છે. તે પર્વતારોહીનું જીવન જીવી રહ્યાં છે. તેમનો દાવો છે કે, તેમણે ભૂટાનને ગેંગખર ફ્યુનસુમમાં આવો એક વીડિયો બનાવ્યો છે, જેમાં હિમાલયની ચોટીઓ તરફ વધી રહેલા પગનાં નિશાન છે. પરંતુ આ નિશાન ટ્રેકિંગ રૂટથી અલગ હતા.

સ્ટીવ બેરીનો દાવો છે કે, આ નિશાન હિમાલયમાં બરફમાં રહેતાં માણસોનાં છે. જેને આપણે બરફના રાક્ષસો પણ કહી શકીએ. અહીંના સ્થાનિક લોકોનો પણ દાવો છે કે, તેમણે અલગ અલગ સમયે વિચિત્ર પ્રકારના માણસોને જોયા હતા. આ માણસો સામાન્ય લોકોને જોઇને તરત જ પહાડો પર નાસી જતાં હતા. આવી અનેક ઘટનાઓ વર્ષમાં એક બે વખત બને છે.

આ મામલે સ્થાનિક વૈજ્ઞાનિકોનું એવું કહેવું છે કે, આ જગ્યા પર કોઇ માણસનું જવું શક્ય નથી. કારણ કે તે ખુબ જ ખતરનાક છે. તેમને અનુસાર આ પગલાં બકરીનાં હોઇ શકે છે. જોકે સ્ટીવ બેરીનું એવું કહેવું છે કે, જો આ નિશાન કોઇ જાનવર અથવા તો કોઇ પહાડી ચિત્તાના હોત તો તે એક સીધી લાઇનમાં ના હોત. જોકે પશ્ચિમી વૈજ્ઞાનિકો માને છે કે બરફના માણસો જેવું પણ કંઇક દુનિયામાં છે. ભલેને તે આપણી સામે ક્યારેય ન આવ્યા હતા. જોકે હાલ તો આ નિશાન કોણે બનાવ્યા તે અંગે તપાસ ચાલી રહી છે.

You might also like