‘નાગિન’ થી પ્રખ્યાત થયેલી મૌની રૉયને મળી પહેલી ફિલ્મ, ‘ગોલ્ડ’થી કરશે ડેબ્યૂ

ચર્ચિત ટીવી સિરિયલ ‘નાગિન’ અને ‘દેવાે કે દેવ મહાદેવ’થી પ્રસિદ્ધ મૌની રાય નાના પરદાની સૌથી સફળ અભિનેત્રીઓમાં સામેલ છે. મૌનીએ કરિયરની શરૂઆત એકતા કપૂરના ટીવી શોથી કરી હતી. તેણે ‘ઝલક દિખલા જા’, ‌‘‌સિઝન-૭, ‘કોમેડી નાઇટ્સ લાઇવ’, ‘કોમેડી નાઇટ્સ બચાઓ’ જેવા રિયા‌િલટી શો પણ કર્યા. હવે તે અક્ષયકુમારની ઓપોઝિટ રીમા કાગતીની ફિલ્મ ‘ગોલ્ડ’થી મોટા પરદા પર ડેબ્યૂ કરવા જઇ રહી છે. આ ફિલ્મ આવતા વર્ષે ૧પ ઓગસ્ટે રિલીઝ થશે.

‘ગોલ્ડ’ એક સ્પોર્ટ્સ બેઝ્ડ ફિલ્મ છે, તેની કહાણી ભારતની આઝાદી પહેલાં ભારત દ્વારા હોકીમાં જીતાયેલા ગોલ્ડ મેડલની આસપાસ વણાઇ છે. તે આ ફિલ્મમાં અક્ષયની પત્નીના રોલમાં જોવા મળશે. અયાન મુખરજી નિર્દેશિત કરણ જોહરની ફિલ્મ ‘ડ્રેગન’નું શીર્ષક બદલીને હવે ‘બ્રહ્માસ્ત્ર’ કરાયું છે. આ માટે મૌની રાયને સાઇન કરાઇ છે.

રહસ્ય અને રોમાંચથી ભરપૂર આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચનની સાથે મૌનીને પણ કામ કરવાનો મોકો મળી રહ્યો છે. આવતા મહિને આ ફિલ્મ સેટ પર જશે. ફિલ્મના કલાકારોનાં વખાણ કરતાં મૌની કહે છે, રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અમિતાભમાં સુપર પાવર છે. •

You might also like