‘દબંગ-3’ માં મૌનીના રોલ વિશે leak થઈ આ વાતો

જ્યારથી અરબાઝ ખાને ‘દબંગ’ સિરીઝની ત્રીજી કડી ‘દબંગ-૩’ની જાહેરાત કરી છે ત્યારથી તેની સ્ટોરી, હીરોઈનો અને રિલીઝ ડેટને લઈને જાતજાતના ક્યાસ લાગી ચૂક્યા છે. સૂત્રોનું કહેવું છે કે નિર્માતાઓની યોજના આ ફિલ્મને ડિસેમ્બરમાં રિલીઝ કરવાની છે.

બીજી તરફ ફિલ્મની લીડ અભિનેત્રી સોનાક્ષી સિંહાનું કહેવું છે કે જૂન મહિનામાં ફિલ્મનું શૂ‌ટિંગ શરૂ થઈ જશે. ફિલ્મમાં નાના પડદાની ચર્ચિત અભિનેત્રી મૌની રોય પણ જોવા મળશે. કેટલાક સમયથી એવી અટકળો પણ ચાલતી હતી કે તેને ફિલ્મમાં સોનાક્ષી કરતાં પણ મોટો અને મહત્ત્વનો રોલ અપાયો છે. સૂત્રોનું કહેવું છે કે તે વાત સત્ય નથી. ફિલ્મમાં બંને અભિનેત્રીઓના રોલ નાના છે.

મૌની પડદા પર ૧૫ થી ૨૦ મિનિટના એક સ્પેશિયલ એપિયરન્સમાં જોવા મળશે. એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ ફિલ્મ ‘દબંગ’ ની સિક્વલ નથી પરંતુ પ્રિક્વલ જેવી હશે, જેમાં પહેલી ‘દબંગ’ ફિલ્મથી પહેલાં ચુલબુલ પાંડેની સ્ટારી બતાવવામાં આવશે. કેવી રીતે તે પોતાના વિસ્તારનો રો‌બિનહૂડ બન્યો.

એટલું જ નહીં, મૌનીનું પાત્ર પણ ફિલ્મમાં જોવા મળશે. તે સલમાન ખાનની પૂર્વ પ્રે‌મિકા બનશે. મૌની ફ્લેશબેકમાં દેખાશે તો સોનાક્ષી એક વાર ફરી રજ્જોની ભૂમિકામાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે મૌની પાસે હાલમાં કેટલીક સારી ફિલ્મો છે પરંતુ તે તમામમાં સ્પેશિયલ એપિયરન્સમાં જ જોવા મળશે. અક્ષયકુમારની ‘ગોલ્ડ’, રણબીર કપૂરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ થી લઈને ‘ડી-૩’માં પણ તેના હાથમાં ગેસ્ટ રોલ જ આવ્યા છે.

You might also like