મોટોરોલા લોન્ચ કરશે કલરફૂલ Moto Mod, LED લાઇટ આ રીત કરશે કામ

નવી દિલ્લી: સ્માર્ટફોન ઉત્પાદક મોટોરોલાએ પોતાની લેટેસ્ટ સીરીઝના બે હેન્ડસેટ Moto Z અને Moto Z Play રજૂ કર્યા હતા. આ સીરીઝ મોટો મોડ્સ સાથે આવી રહ્યા છે. યુજર્સ આ ફોનમાં અલગથી મોડ્સ કનેક્ટ કરી શકે છે. જ્યારે કે મળતી માહિતી પ્રમાણે કંપની જેડ સીરીઝના એજ એર એલઈડી નોટિફિકેશન લાઇટવાળા મોડ્સ પણ લોન્ચ કરી શકે છે. તમને જણાવી દઈએ કે કંપની નોટિફિકેશન માટે જે એલઈડી લાઇટવાળા મોટ આપશે તે કલરફુલ હશે.

સ્માર્ટફોનમાં ફિટ કરવા માટે તેની ચારેય તરફ લાઇટ લાગેલી હશે. તેનો લુક ઘણો શાનદાર હશે. હજી સુધી મોટો Z સીરીઝના કેમેરા, સ્પીકર, પ્રોજેક્ટના મોડ્સ લોન્ચ કરાઈ ચૂકાયા છે.

મોટો જેડની આ દુનિયા સૌથી પાતળા પ્રિમિયમ સ્માર્ટફોન કહેવાઈ રહ્યા છે. આ ફોનમાં 5.5 ઇંચ ક્વોડ એચડી એમોલેડ ડિસ્પ્લે છે. સ્ક્રીનની ડેનસિટી 535 પીપીઆઈ છે. ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 820 પ્રોસેસર અને 4 જીબી રેમ છે. ફોનમાં 32 જીબી અથવા 64 જીબીના બે સ્ટોરેજના વેરિયન્ટ છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 2 ટીબી સુધી એક્સાપન્ડ કરી શકાય છે.

ડ્યુલઅ સિમ મોટો જેડમાં 13 મેગાપિક્સલનો રિયર કેમેરા અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. એમાં 2600 એમએએચની બેટરી છે. મોટોરોલા મોટો જેડ એન્ડ્રોઈડ 6.0.1 માર્શમેલો પર કામ કરે છે. આ ફોનના હોમ બટનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર ઇન્ટિગ્રેટેડ છે. એમાં યુએસબી ટાઇપ-સી પોર્ટ પણ છે. તમને જણાવી દઈએ કે આ દુનિયાનો સૌથી પાતળો ફોન છે.

You might also like