મોટોરોલા લાવશે દુનિયાનો બીજો મોડ્યૂલર સ્માર્ટફોન

નવી દિલ્હી: મોટોરોલા આગામી ફ્લેગશિપ Moto X લોન્ચ કરવાની તૈયારીમાં છે. પરંતુ આ વખતે કંપની કોઇ સાધારણ સ્માર્ટફોન નહી પરંતુ એવો સ્માર્ટફોન લાવશે જેમાં તમે પોતે પાર્ટ્સ લગાવી શકશો. ફેબ્રુઆરીમાં એલજીએ દુનિયાનો પ્રથમ મોડ્યૂલર ફોન G5 લોન્ચ કર્યો હતો. જો કે આ LGથી એકદમ અલગ હશે.

થોડા દિવસો અગાઉ Moto Xના ફોટા અને સ્પેસિફિકેશન લીક થયા છે. સ્માર્ટફોન કંપનીઓ પર નજર રાખનાર ઇવૈન બ્લાસે ટ્વિટર પર મેટલ બોડીવાળા સ્માર્ટફોન (Moto X)નો ફોટો શેર કર્યો છે. તેમના અનુસાર કંપની આ સ્માર્ટફોનના બે વેરિએન્ટ- Moto X Vertex અને Moto X Vector લોન્ચ કરશે.

ટેક વેબસાઇટ વર્ચૂ બીટના અનુસાર મોટોરોલા પોતાના આગામી Moto X માટે Amps નામના 6 મોડ્યૂલ લાવશે. એટલે કે આગામી સ્માર્ટફોનના બેક પેનલને અલગ કરીને તેમાં બેટરી, સ્ટીરિયો સ્પીકર, કેમેરા ફ્લેશ, ઓપ્ટિકલ જૂમ, પ્રોજેક્ટર અને બીજી એક્સેસરીઝ લગાવી શકાશે.

Moto X Vector
આ Moto X Styleના આગામી વર્જનના સ્માર્ટફોન હશે જેમાં 5.5 ઇંચની ક્વાડ એચડી એમોલેડ ડિસ્પ્લેની સાથે 2.0GHz ક્વોલકોમ સ્નૈપડ્રૈગન 820 પ્રોસેસર અને 3 અથવા 4GB રેમ હોવાના સમાચાર છે. તેની ઇન્ટરનલ મેમરી 32GB હશે અને ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબ્લાઇજેશનની સાથે 13 મેગાપિક્સલનો રિયર કેમેરો હશે. તમને જણાવી દઇએ કે આ Moto X Vertex કરતાં પતળો હશે અને તેની બોડી ફૂલ મેટલની હશે.

Moto X Vertex
આ Moto X Playનું આગામી વર્જન હશે. અહેવાલ અનુસાર તેમાં 5.5 ઇંચની ફૂલ એચડી એમોલેડ ડિસ્પ્લેની સાથે 2.4GHz ક્વોલકોમ સ્નૈપડ્રૈગન 625 પ્રોસેસર હશે. તેમાં લેજર ઓટોફોકસની સાથે 16 મેગાપિક્સલનો રિયર કેમેરો હશે. આ સાથે જ 2GB રેમ અને 16GB ઇન્ટરનલ મેમરી અથવા 3GB અને 32GB ઇન્ટરનલ મેમરી વેરિએન્ટમાં લોન્ચ થવાના સમાચાર છે.

You might also like