ભારતમાં લોન્ચ G5S અને G5S Plus, જાણો ફિચર્સ

Lenovoના અધિકૃત મોટોરોલા કંપનીએ ભારતમાં G-સીરીજનો પોતાના બે સ્પેશલ અડિશન સ્માર્ટફોન G5S અને G5S Plus લોન્ચ કર્યો છે. Moto G5S Plus કંપનીનો પહેલા ડ્યુઅલ કેમેરા સેટઅપવાળો સ્માર્ટફોન છે. લોન્ચ કરવા માટે મીડિયા ઈન્વાઈટ્સ મોકલવાનું શરૂ કરી દીધું છે. મોટોરોલાએ આ પણ કન્ફર્મ કર્યો છે કે આ ફોન કાલે એટલે કે મંગળવારે 12PMથી એમેઝોન પર એક્સક્લૂસિવ રૂપમાં સેલ કરવામાં આવશે. Moto G5S અને Moto G5S Plus એન્ડ્રોઈડ 7.1 નોગેટ પર ચાલે છે અને આ ફોનની બોડી મેટલથી બનાવામાં આવી છે. આના ફ્રન્ટ પેનલના હોમ બટન પર જ ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. આ ફોન લુનર ગ્રે અને ગોલ્ડ કલર વેરિયન્ટ્સમાં લોન્ચ કરવામાં આવ્યા છે.

Moto G5S Plusમાં 5.5 ઈંચની ફુલ HD ડિસ્પલે આપવામાં આવી છે અને ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 625 પ્રોસેસર પર ચાલે છે. આ ફોનનો 4Gb રેમ વાળા વેરિઅન્ટ જ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. જેમાં 64GB ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આના ઈન્ટરનલ સ્ટોરેજને કાર્ડની મદદથી 128GB સુધી વધારી શકાય છે.

જો Moto G5S ની વાત કરીએ તો આમાં 5.2 ઈંચની ફુલ HD ડિસ્પલે છે અને આ સ્નેપડ્રેગન 430 પર ચાલે છે. જેની સાથે 4GB રેમ સાથે જોડવામાં આવ્યું છે.આ ફોનનો 32GB સ્ટોરજ વાળો વેરિઅન્ટ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. બન્ને ફોનમાં બેટરી 3,000mAhની છે.

Moto G5S Plusની વિશેષતા તેના કેમેરામાં છે. Moto G5S Plusમાં ડ્યુઅલ બેક કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં રિયરમાં 13 એમપીના બે કેમેરા આપવામાં આવ્યા છે, જ્યારે આના ફ્રન્ટમાં સેલ્ફી LED ફ્લેશની સાથે 8 એમપીનો કેમેરો આપવામાં આવ્યો છે.

ભારતમાં Moto G5S ની કિમત 13,999 રૂપિયા અને G5S Plusની કિમત 15,999 રૂપિયા રાખવામાં આવી છે. આ ઇવેન્ટમાં Moto G5S Plusની કિંમતમાં રૂ.1000 નો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે મોટોરોલાનો આ ફોન 14,999 રૂપિયામાં મળશે.

You might also like