જાણો કેમ પૂનમની રાતે થાય છે સૌથી વધુ અકસ્માતો, સર્વેમાં સાબિત થયું તમે પણ ચેતી જજો

જો તમે પણ ટૂ વ્હીલર ચલાવી રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે જ છે. જે રાત્રે ચંદ્ર આખો હોય છે એટલે કે પૂનમ હોય છે, તે દિવસે અકસ્માત થવાની શક્યતાઓ વધી જાય છે અને આવું એક અભ્યાસમાં સાબિત થયું છે.

અભ્યાસકર્તાઓનું માનવું છે કે, પૂનમની રાત્રે બાઈક સવારોનું ધ્યાન ભટકાય છે અને તેનાથી અકસ્માત થાય છે. જો કે કેટલાક લોકો આ વાતને માત્ર અંધવિશ્વાસ ગણી રહ્યા છે, તેથી અભ્યાસ કર્તાઓએ જણાવ્યું કે, શા માટે પૂનમની રાત્રે માછલીઓ વધુ ઉછળકૂદ કરતી હોય છે?

અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, દુનિયાભરમાં મોટી સંખ્યામાં બાઈકના અકસ્માત થાય છે. રસ્તા પર ગાડી ચલાવતી વખતે પૂનમની રાત્રે ચલાવનારનું ધ્યાન ભટકાય છે. વર્ષમાં લગભગ 12 વખત પૂનમ આવે છે, જ્યારે ચંદ્ર આખો જોવા મળે છે, અને ત્યારે ડ્રાઈવરનું ધ્યાન ભટકી જાય છે.

કેનેડાની યુનિવર્સિટી ઑફ ટોરેન્ટો અને અમેરિકાની પ્રિસટન યુનિવર્સિટીના અભ્યાસકર્તાઓએ પૂનમની રાતે થનાર અકસ્માતોની ગણતરી કરી હતી અને ચંદ્ર આખો ન હોય ત્યારના અકસ્માતોની પણ ગણતરી કરી હતી. આ અભ્યાસમાં માત્ર 494 પૂનમની રાતોએ 4494 અકસ્માતો થયા હતા. જેમાં મોટાભાગના પુરુષો હતા, જેઓ 30 થી 32 વર્ષની ઉંમરના હતા.

You might also like