Moto G6, Moto G6 Plus અને Moto G6 Play લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ

ઉમ્મીદ અનુસાર, લેનોવોએ પોતાના Moto G6, Moto G6 Plus અને Moto G6 Play સ્માર્ટફોનને સત્તાવાર રીતે લોન્ચ કરી દીધા છે. નવા સ્માર્ટફોનમાં મોટી સ્ક્રીન, સુપર ફાસ્ટ પ્રોસેસર અને વધુ રેમની સાથે Moto G6 Plus ત્રણેય મોડેલમાં સૌથી વધુ પ્રીમિયમ છે. તો Moto G6 અને Moto G6 Playમાં ડિસ્પ્લે અને રેમ એક સમાન છે પરંતુ બેટરી, પ્રોસેસર અને કેમેરામાં તફાવત છે.

Moto G6, Moto G6 Plus અને Moto G6 Playની કિંમત અને ઉપલબ્ધતા:

મોટોએ પોતાના આ ફોન હાલમાં સૌથી પહેલા બ્રાઝિલમાં ઉપલબ્ધ કરાવ્યા છે. તેમજ આગામી સપ્તાહમાં મેક્સિકો ખાતે તેનું વેચાણ શરૂ કરવામાં આવશે. તેમજ આગામી 1 અથવા 2 મહિનામાં યુરોપ, લેટિન અમેરિકા અને ભારત સહિતના એશિયા માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. Moto G6ની કિંમત 249 ડૉલર(રૂ. 16500), Moto G6 Playની કિંમત 199 ડૉલર(રૂ.13000) નક્કી કરવામાં આવી છે. જ્યારે Moto G6 Plusની કિંમત 299 યુરો લગભગ રૂ.24350 રાખવામાં આવી છે. જોકે ભારતમાં આ મોબાઇલની કિંમત શું રાખવામાં આવશે તેની કોઈ જાણકારી આપવામાં આવી નથી.પરંતુ કંપનીના આ સીરિઝના ફોનની ભારતમાં લોકપ્રિયતા જોતા ખૂબ નજીકના સમયમાં લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે.

Moto G6 Plusની સ્પેસિફિકેશન્સ:

Moto G6 Plusમાં 5.93 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનો આસ્પેક્ટ રેશિયો 18:9 છે. સ્ક્રીનનું રિઝોલ્યુશન કુલ HD+(1080×2160 પિક્સલ) છે. સ્માર્ટફોન એન્ડ્રોઇડ 8.0 ઑરિયો પર રન કરે છે અને ડ્યૂલ સિમ સપોર્ટ કરે છે. ફોનમાં 2.2 GHz ઑક્ટો કૉર સ્નેપડ્રેગન 630 પ્રોસેસર અને ગ્રાફિક્સ માટે અડ્રેનો 508GPU આપવામાં આવ્યું છે. ફોનમાં 4GB રેમ છે. કેમેરાની વાત કરવામાં આવે તો 78 ડીગ્રીથી લેસ અપર્ચર F/1.2 સાથે 12 મેગાપિક્સલ પ્રાઇમરી સેન્સર અને 79 ડિગ્રી લેંસ અપર્ચર F/2.2 સાથે 5 મેગાપિક્સલ સેકેન્ડરી સેન્સર ધરાવતો ડ્યુઅલ રીયર કેમેરા. જ્યારે 80 ડીગ્રી લેંસ સાથે અપર્ચર F/2.2 સાથે 8 મેગાપિક્સલના ફ્રંટ સેન્સર સાથે સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં ડ્યુઅલ ટોન, ડ્યુઅલ લેંસ અને LED ફ્લેશ તેમજ ફ્રન્ટ સેલ્ફી ફ્લેશ પણ આપવામાં આવી છે.

સ્ટોરેજની વાત કરવામાં આવે તો Moto G6 Plusમાં 64GB ઇનબિલ્ટ સ્ટોરેજ મળશે, જે 128GB સુધી માઇક્રો SDના સપોર્ટથી વધારી શકાશે. કનેક્ટિવિટી માટે 4G LET, Wifi, બ્લૂટૂથ 5.0, USB Type c, NFC, FM ઑડિયો જેક અને સ્ટાર્ડન્ડ સેન્સર આપવામાં આવ્યુ છે. મોટોના આ ફોનમાં પાવર આપવા માટે 3200mAHની બેટરી આપવામાં આવી છે, જે મોટોરોલા ટર્બોપાવર અડેપ્ટરને સપોર્ટ કરે છે. જે 15 મિનિટના ચાર્જિંગમાં 7 કલાક સુધી ઉપયોગની બેટરી લાઇફ મળવાનો દાવો કરવામાં આવ્યો છે. હેન્ડસેટ ઇન્ડિગો અને ગોલ્ડ કલરમાં લિસ્ટમાં કરવામાં આવ્યો છે. સ્માર્ટફોનનું ડાઇમેન્શન 159.9×75.5×7.99 મિલીમીટર અને વજન 165 ગ્રામ છે.

Moto G6 સ્પેસિફિકેશન:

જો વાત કરવામાં આવે Moto G6ની તો આ નવા હેંડસેટમાં 18:9 આસ્પેક્ટ રેશિયો સાથે 5.7 ઇંચની ફૂલ HD+ સ્ક્રીન, 1.8 ગીગા હર્ટ્ઝ ઓક્ટા કોર સ્નેપડ્રેગન 450 પ્રોસેસર અને ગ્રાફીક્સ માટે એડ્રેનો 506 GPU આપવામાં આવ્યા છે. ફોનમાં 3 GB રેમ છે. ફોન સ્ટોક એન્ડ્રોઇડ 8.0 ઓરિયો પર ચાલે છે. તેમજ ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. કેમેરાની વાત કરવામાં આવે તો 76 ડીગ્રીથી લેસ અપર્ચર F/1.8 સાથે 12 મેગાપિક્સલ પ્રાઇમરી સેન્સર અને 79 ડિગ્રી લેંસ અપર્ચર F/2.2 સાથે 5 મેગાપિક્સલ સેકેન્ડરી સેન્સર ધરાવતો ડ્યુઅલ રીયર કેમેરા. તેમજ ફોનના રિયર પર ડ્યુઅલ ટોન, ડ્યુઅલ લેંસ અને આગળની તરફ સિંગલ LED ફ્લેશ આપવામાં આવી છે.

ન્યૂ Moto G6માં 32GB ઇનબિલ્ટ સ્ટોરેજ છે, જેણે 128GB સુધી માઇક્રો SD કાર્ડની મદદથી વધારી શકાશે. ફોનની ક્નેક્ટિવિટી માટે 4G LTE, Wifi, USB type C, NFC, 3.5 FM રેડિયો ઇયરફોન જેક અને બ્લૂટૂથ 4.2 જેવા સ્પેસિફિકેશન્સ આપવામાં આવ્યા છે. ટર્બોચાર્જ સાથે 3000 mAh બેટર, તેમજ ઇંડિગો અને ગોલ્ડ કલરમાં આ ફોન ઉપલબ્ધ કરાવામાં આવ્યો છે.

Moto G6 Playના સ્પસેસિફિકેશન્સ:

Moto G6 playમાં 720×1440 પિક્સલ સાથે 5.7 ઇંચ HD+ ડિસ્પ્લે આપવામાં આવશે જેનો આસ્પેક્ટ રેશિયો 18:9 હોય. ફોનમા સ્ટોક એન્ડ્રોઇડ 8.0 ઓરિયો, ડ્યુઅલ સિમ સપોર્ટ સાથે આ ફોનમાં 1.4 ગીગાહર્ટ્ઝ ઓક્ટા કોર સ્નેપડ્રેગન 430 પ્રોસેસર અને અડ્રેનો 505 GPU આપવામાં આવશે. ગ્રહકોને આ ફોનમાં 3 GB રેમ અને 32 GB ઇન્ટરનલ મેમરી મળશે. આ સાથે જ 128 GB સુધી તેને એક્સપાન્ડેબલ કરી શકાશે. ફોનમાં રિયર LED ફ્લેશ સાથે અપર્ચર F/2.0 સાથે 13 મેગાપિક્સલ કેમેરા અને સેલ્ફી ફ્લેશ સાથે 8 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવશે.

Moto G6 playમાં સૌથી મોટી ખાસિતય છે તેમાં આપવામાં આવેલી 4000mAHની બેટરી જે ટર્બોચાર્જ સપોર્ટ કરે છે. ફોનમાં તમામ સ્ટેન્ડ્રડ કનેક્ટિવિટી ફિચર્સ જેવા 4G LTE, Wifi, USB type C, NFC, 3.5 FM રેડિયો ઇયરફોન જેક અને બ્લૂટૂથ 4.2 જેવા સ્પેસિફિકેશન્સ આપવામાં આવ્યા છે. ટર્બોચાર્જ સાથે 3000 mAh બેટર, તેમજ ઇંડિગો અને ગોલ્ડ કલરમાં આ ફોન ઉપલબ્ધ કરાવામાં આવ્યો છે, ફોનમાં ડાઇમેન્શન 154.4×72.2×8.95 મિલીમટર અને વજન 173 ગ્રામ છે.

Moto G6, Moto G6 Plusમાં આગળની તરફ ડિસ્પ્લેની નીચે ફિંગરપ્રિંટ સેન્સર આપવામાં આવ્યું છે જ્યારે Moto G6 Playમાં ફિંગરપ્રિંટ સેન્સર પાછળની તરફ મોટોના લોગો સાથે ઇન્ટિગ્રેટ કરી દેવામાં આવ્યું છે. તેનું આ ફીચર ઘણા લોકોને Moto G6 play તરફ આકર્ષી શકે છે.

You might also like